Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> nadiad
 

ગણેશોત્સવના સ્થળે ગટરો ઉભરાતાં રહીશો પરેશાન

 
Source: Bhaskar News, Nadiad   |   Last Updated 12:09 AM [IST](02/09/2010)
 
 
 
 
 
નડિયાદ પશ્ચિમની સોસાયટીના રહીશોએ ગંદકી બાબતે ચીફ ઓફિસરને આપેલું આવેદનપત્ર

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી શિવાલય કોમ્પલેકસની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાં જવાના મુખ્યમાર્ગ પર ગટરના ગંદાપાણી ભરાઈ ગયા છે. તેમજ આ વિસ્તારમાં ખાડા પડી ગયા હોવાથી ઢીંચણસમુ પાણી ભરાઈ ગયું છે. પરિણામે અવરજવરમાં પણ ભારે મુશ્કેલી ઊભી થઈ છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે, આ જ સ્થળ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ પાણી ભરાઈ જવાના કારણે ગણેશ સ્થાપના ક્યાં કરવી? તે પણ એક પ્રશ્ન છે. આ બાબતે અહીંના રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.

પશ્ચિમ વિસ્તારમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરતાં ગણેશ નાગરિક સેવામંડળના સભ્યોએ જણાવ્યુ હતું કે ‘દર વર્ષે શિવાલય ફ્લેટની બાજુમાં આવેલી જગ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે અહીંના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને વરસાદના પાણી પણ ભરાઈ ગયા છે.

વારંવાર રજુઆત કર્યા બાદ પણ પાલિકા દ્વારા નિકાલ કરવામાં આવતો નથી.’ આ બાબતે ત્રસ્ત રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ પ્રશ્નનો ઉકેલ સત્વરે લાવવામાં આવે તેવી માગણી કરી છે.

પાણીનો નિકાલ કરાવવામાં આવશે

આ સંદર્ભે ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું કે ‘રહીશોની રજુઆત આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેનો આ માર્ગ હોવાથી પાણી ભરાયું છે, પરંતુ પાણીનો નિકાલ સત્વરે થાય તે માટે સેનેટરી વિભાગને જાણ કરી પાણીનો નિકાલ કરાવવામાં આવશે.’
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.