અત્યાર સુધીમાં સરેરાશ ૯૧.૬ ટકા વરસાદ પડ્યો
રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૯૧.૬ ટકા વરસાદ પડી ચૂક્યો છે અને બાકીની મોસમમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડવાની અપેક્ષા છે. પરિણામ સ્વરૂપ હવે સમગ્ર વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પાણીની તંગી નહીં સર્જાય.
પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી નીતિનભાઈ પટેલના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ખેડા, દાહોદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, વલસાડ, ડાંગ જેવા કેટલાક જિલ્લાઓમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે પણ આ સિવાયના ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના ડેમોમાં પાણીની આવક પણ સારી થઈ છે અને સૌરાષ્ટ્રના ૧૩૨ પૈકી ૯૫ ટકા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
ગત ચોમાસામાં રાજ્યમાં ઓછા અને મોડા વરસાદને કારણે ડેમ પૂરતાં ભરાયાં નહોતાં અને એટલે ઉનાળાની સિઝન દરમિયાન તો આ તમામ ડેમમાં મળીને માત્ર ૧૫થી ૧૯ ટકા જેટલું પાણી બાકી રહ્યું હતું. પરંતુ ચાલુ ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ પડતાં પાણીની તંગી નહીં સર્જાય.
ક્યા ડેમમાં કેટલું પાણી
ઉકાઈ-૭૭ ટકા, કડાણા-૬૦ ટકા, કરજણ-૭૧ ટકા, ધરોઈ-૪૭ ટકા, પાનમ-૩૯ ટકા, દમણગંગા-૬૭ ટકા, દાંતીવાડા-૧૮ ટકા, શેત્રુંજી-૯૨ ટકા, સુખી-૬૩ ટકા, વાત્રક -૩૩ ટકા, હાથમતી-૧૮ ટકા, સીપુ-૧૬ ટકા. ઉપરાંત ભાદર, મચ્છુ-૧ અને ૨, ઉંડ, દેવ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
ડેમોની સ્થિતિ
ઉ.ગુજરાત.........૧૫%...........૩૦%...............૩૩%
મ.ગુજરાત..........૧૬%............૫૩%.............૫૪%
દ.ગુજરાત.............૧૩%.............૪૬%.............૭૬%
કચ્છ...................૨૦%.............૫૩%.............૫૮%
સૌરાષ્ટ્ર.............૧૩૨%.............૬૫%.............૮૬%