- નરેન્દ્ર મોદીના કપડા દાહોદમાં સિવાય છે
દાહોદમાં યોજાયેલા સદભાવના ઉપવાસ કાર્યક્રમમાં મોટી જનમેદની જોઇ નરેન્દ્ર મોદી ખુશખુશાલ હતા.
તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે મારા પહેરવેશ બાબતે અખબારોમાં મોદી બહુ ફેશનેબલ કપડાં પહેરે છે તેની ભારે ચર્ચાઓ થાય છે.
તેનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે વરસોથી મારા કપડા દાહોદમાં સીવાતા હતાં. શહેરના સંગમ ટેલરનું નામ જણાવતાં તેમણે સંગમ ટેલરના અમૃતભાઇ તથા તેના પરિવારને યાદ કરી અને આજે પણ તેમનો પરિવાર મારી કાળજી લેતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દાહોદમાં સિવાતા કપડાંની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે.