નટરાણી ખાતે જાણીતા કથ્થક ડાન્સર પંડિત ચિત્રેશ દાસે સોલો પરફોર્મન્સ રજુ કર્યું હતું.પંડિત ચિત્રેશ દાસની મુખ્ય વિશેષતા એ છે કે, તેમણે કથ્થકના બંને ઘરાણાંની તાલીમ લીધી છે.માત્ર નવ વર્ષની વયથી તેમણે કથ્થકની સાધના શરૂ કરી હતી. તેમના પરફોર્મન્સમાં લખનૌ ઘરાણાંના ગ્રેસફુલ અને સેન્સ્યુઅલ એલિમેન્ટ્સની સાથે જયપુર ઘરાણાંની પાવરફુલ રિધમનું કોમ્બિનેશન જોવા મળે છે.
તેમનું આ પરફોર્મન્સ માણવા માટે શહેરના કલારસિકો ઉપરાંત મૃણાલિની સારાભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકા, કેનેડા સહિત પશ્ચિમી દેશોમાં ભારતીય શાસ્ત્રી ન્úત્યને લોકપ્રિય બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે. કાર્યક્રમમાં પંડિત ચિત્રેશ દાસના નૃત્યની વિવિધ મુદ્રાઓ પર કલારસિકો મુગ્ધ થઈ ગયા હતા.