- ગત બેઠકમાં નવરચનાની ઉપેક્ષા કરાતાં સત્તાવાંચ્છુક સભ્યોમાં ગણગણાટ
- માર્ચ માસના બજેટ સત્રમાં આ મુદ્દો ચર્ચાય તેવી ધારણા
ગોધરા નગર પાલિકા હસ્તકની ૧૩ સમિતિઓની મુદ્દત પૂર્ણ થવાં છતાં ગત જાન્યુઆરીમાં મળેલી બેઠકમાં નવરચનાની ઉપેક્ષા કરાતા સત્તાવાંચ્છુક સભ્યોમાં કચવાટ પ્રવત્ર્યો છે. જોકે માર્ચ માસના બજેટ સત્રમાં આ મુદો ચર્ચાય તેમ છે.
૧૪ વોર્ડ ધરાવતી ગોધરા નગર પાલિકાની વહીવટી કામગીરીનું સુઆયોજન અને વિકાસ માટે વિવિધ સમિતિઓને સતા સુપ્રત કરાયેલી છે. પાલિકા હસ્તક કારોબારી, પાણી અને પુરવઠા, બગીચા, સ્ટ્રીટ લાઇટ, સાંસ્કૃતિક, સફાઇ, આરોગ્ય સહિતની ૧૩ જેટલી સમિતિઓની મુદત એક વર્ષની હોય છે. ગત જાન્યુઆરી ૧૧માં મળેલી બેઠકમાં ૧૩ સમિતિઓના અધ્યક્ષો ની વરણી કરાયા બાદ સમયાંતરે વિવાદાસ્પદ કામગીરી વચ્ચે મુદત ગત ડિસેમ્બર માસમાં પૂર્ણ થઇ છે. ત્યારે તાજેતરમાં ૩૧મી જાન્યુઆરીએ પાલિકાની મળેલ ત્રિમાસિક બેઠકમાં આગામી એક વર્ષ માટે નવરચનાનો મુદો એજન્ડામાં સમાવેશ નહી કરાતા ચર્ચાનો વિષય બન્યો છે.
મુદત પૂર્ણ થવાં છતાં હજુ સુધી ચેમ્બર બહાર તેઓના નામની તકતી ગોઠવાયેલી યથાવત્ જોવા મળે છે. જ્યારે ગત વર્ષે અધ્યક્ષપદ થી બાદબાકી કરાયેલ સત્તાવાંચ્છુકોને મહત્વની જવાબદારી સુપ્રત થાય તેવી આશા હતી અને આ બેઠક તરફ નજર માડી હતી.પરંતુ મુદાનો છેદ ઉડાડવામાં આવતા તેઓમાં પણ છુપી નારાજગી વ્યાપી છે.
આ અંગે પૂછતાં પાલિકા પ્રમુખ રાજેશભાઇ ચૌહાણે જણાવ્યુ હતું કે, રચના પૂવeે પાર્ટીની સંકલન બેઠક યોજીને નામો નકકી કર્યા બાદ પાલિકા બેઠકમાં ઠરાવ પસાર કરવો પડે છે. પરંતુ માર્ચ માસની બજેટ સત્રમાં આ મુદાનો સમાવેશ થશે. પરંતુ હાલમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.