Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Godhara Have Dada Bhagavan Trimandir Pranpatishtan

ગોધરામાં દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

Bhaskar News, Godhara | Dec 23, 2011, 01:24AM IST
૧૩ ફૂટની ઉંચાઇ તથા ૧૮ ટન વજન ધરાવતી તીર્થકર સીમંધર સ્વામી ભગવાનની પ્રતિમા સ્થાપિત કરાશે

ગોધરાની પાવનધરા ઉપર પરમ પૂજય દાદા ભગવાનની પ્રેરણા મુજબ આકાર પામેલ ભવ્ય ત્રિમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી તા.૨૮ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી દરમિયાન એફસીઆઇ ગોડાઉનની સામે ભામૈયા ગામે વિવિધ ધાર્મિકસભર કાર્યક્રમમાં દાદા ભગવાન પરિવાર તરફથી સહુને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગોધરા મુકામે એફસીઆઇ ગોડાઉનની સામે, ભામૈયા ગામમાં નવું જ નિર્માણ પામેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિર બંધાયું છે. આ ત્રિમંદિરમાં વચ્ચેના મંદિરમાં લગભગ ૧૩ ફૂટની ઉંચાઇ તથા ૧૮ ટન વજન ધરાવતી વર્તમાન તીર્થકર સીમંધર સ્વામી ભગવાનની વિરાટ મનોહર પ્રતિમા સ્થાપિત કરાશે. એમના શાસનદેવ ચાંદ્રાયણ યક્ષદેવ તેમજ શાસનદેવી પાંચાગુલી દેવીની મૂર્તિઓ સ્થાપિત થશે.

વર્તમાન ચોવીસીના તીથઁકર ભગવંતો ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, પાશ્વgનાથ ભગવાન, મહાવીર ભગવાન, શાસનદેવીઓ પદ્માવતી માતા, ચકેશ્વરી માતા, અંબા માતા તથા ભદ્રકાળી માતા, મહાકાળી માં, ભાવિ તીર્થકર પદ્મનાથ પ્રભુ તથા સંત શીરોમણી સાંઇબાબાની પણ સ્થાપના કરાશે. પંચમહાલ જિલ્લાના લોકોના પુણ્યોદયે ગોધરાની પવિત્ર ભૂમિ ઉપર ભામૈયા ગામમાં એફસીઆઇ ગોડાઉનની સામે નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું નિર્માણ થયેલ છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની ઝલક

ગોધરામાં દાદાનગરીના ૬.૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પ્રશ્નોત્તરી સત્સંગ તા. ૨૮, ૨૯ ડિસેમ્બરના રોજ સવારે તથા સાંજે, જ્ઞાનવિધિ ૩૧ ડિસેમ્બર બપોરે ૩.૩૦ થી ૭ પ્રાણપ્રતિષ્ઠા તા. ૩૦,૩૧ ડિસેમ્બર તથા ૧ જાન્યુઆરીના રોજ યોજાશે. આકર્ષણ રૂપે તા. ૩૦ ડિસેમ્બરના રોજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન પ્રસિદ્ધ ગાયક હેમંતભાઇ ચૌહાણ લોકડાયરામાં રંગ જમાવશે.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment