Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Panchmahal
 

ખોટ ખાતી ૧૮૬ ખેત મંડળીનું ભાવિ ડામાડોળ

 
Source: Yatin Suthar, Godhara   |   Last Updated 3:06 AM [IST](13/02/2012)
 
 
 
 
Advertisement
 
- પંચમહાલ-દાહોદ જિલ્લાના સહકારી માળખામાં ભૂકંપ
- ૪૮ મંડળીઓને ફડચાની ભલામણ કરાઇ


પંચમહાલ અને દાહોદ જિલ્લાની ૧૮૬ ખેત વિષયક મંડળીઓ વર્ષોથી આર્થિક ખોટ ભોગવે છે. વર્ષ ૦પથી૦૭ દરમ્યાન પ૦ ટકા પણ વસૂલાતમાં નિષ્ફળ નીવડતાં વૈધ્યનાથન સમિતિની સહાયમાં લાભપાત્ર ન ઠરતાં પ્રથમ તબક્કામાં ૪૮ ખેત વિષયક મંડળીઓ ને ફડચામાં લઇ જવાની રીવ્યુ સમિતિએ ભલામણ કરતા સહકારી માળખામાં ભુકંપ મચી ગયો છે.

કૃષપિ્રધાન પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ખેતીને પ્રોત્સાહન આપવા સહકારી મંડળી મારફતે ધિરાણ આપીને ખેડુતોનુ જીવનધોરણ ઉંચુ લાવવાના પ્રયત્નો હાથ ધરાય છે.પરંતુ ગેરવહિવટ અને વસુલાતમાં સગાવાદ અપનાવતા આવકની સામે ભંડોળ વિના વર્ષો સુધી આર્થિક ખોટ ખાઇને ધિરાણ વ્યવહારને માઠી અસર વર્તાઇ રહી હતી. આથી ખેત વિષયક સહકારી ધિરાણ માળખાને પુન:જીવિત કરવા વર્ષ ૦૩-૦૪માં કેન્દ્ર સરકાર દ્વારા વૈધ્યનાથન સમિતિ સહાય યોજના જાહેર કરવામાં આવી હતી.

ખાસ કિસ્સામાં હાથ ધરાયેલ ઓડિટ દરમ્યાન ખોટ ધરાવતી સંસ્થાને બેઠી કરવાનો નિર્ણય લેવાયો હતો.જેમાં કરેલા ધિરાણના પ૦ ટકા વસુલાત ગત તા.૩૧ માર્ચ ૦૬ સુધીમાં હાંસલ કરનાર મંડળીને પેકેજનો લાભ મળે તેવી પૂવeશરત રાખી હતી. લાભ મેળવવા યોજના અંતર્ગત પંચમહાલ અને દાહોદ જિલ્લાની ૩૦૦ મંડળીઓએ સમિતિ સાથે કરાર કરી વસુલાતની ખાત્રી આપી હતી.

દરમિયાન ૧૧૪ જેટલી મંડળીઓએ કડક અભિયાન અંતર્ગત પ૦ ટકા વસુલાત જમા કરાવતા તે યોજનાને સહાય પાત્ર નીવડી હતી જ્યારે સિંચાઈના અભાવ અને આદિવાસી વિસ્તારની નબળી સંસ્થાઓ માટે પંચમહાલ બેક દ્વારા લાભ અંગે સમય મર્યાદા વધારી આપવા માંગ કરવામાં આવતાં બે વર્ષની વધુ છૂટછાટ અપાઇ હતી. તેમ છતાં મોટી સંખ્યામાં ઉદાસીન કરજદારોના કારણે લેણા જમાં ન કરાવતાં ભાજપા અને કોંગ્રેસના માંધાતાઓની ૧૮૬ જેટલી મંડળી વસુલાત કરવામાં નિષ્ફળ નિવડી હતી.રૂ.૧ કરોડ સુધીની ખોટ ધરાવતી અને નાણાંકીય ધિરાણ કરવામાં અસમર્થ નીવડતાં ૧૮૬ જેટલી મંડળી ઠપ બની ગઇ છે.

આ અંગેનો મંગાવાયેલ અહેવાલ જિલ્લા રજીસ્ટ્રાર જે.જી.પંડયા દ્વારા સંયુક્ત રજીસ્ટ્રાર ફડચા રિવ્યુ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નાણાંકીય સ્થિતિ અને અન્ય રેકર્ડની ચકાસણી આધારે પ્રથમ તબક્કામાં ૪૮ ખેત વિષયક મંડળીઓ ને ફડચામાં લઇ જવાની ભલામણ કરવામાં આવી છે.

સાચા દંડાયા હોવાની લાગણી

પંચમહાલ જિલ્લા બેંક દ્વારા વર્ષો પૂર્વે જે તે મંડળીઓ ને ખેત ધિરાણ પૂરૂ પાડવામાં આવ્યુ હતું. પરંતુ જાગૃત ધિરાણ મેળવનારાઓએ સમયસર ધિરાણની રકમ ભરપાઈ કરી દેનાર ખેડૂતોને આ યોજનાનો લાભ ન મળતા સાચા દંડાયા હોવાની લાગણી અનુભવે છે. જ્યારે કરજદારના નાણાં માફ કરાયા છે.

૩૦ કરોડની સહાયથી મંડળીઓને પ્રાણવાયુ પ્રાપ્ત થયો

વૈધ્યનાથ સમિતિ સહાય યોજના અંતર્ગત પ૦ ટકા વસુલાત કરનાર મંડળીઓ ને ૩૦ કરોડની રકમની સહાય ઉપલબ્ધ કરાવાઇ હતી. જેને કારણે જે તે મંડળીઓની સાથે પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકની આર્થિક સ્થિતિ મજબૂત બની પૂરક પ્રાણવાયુ પ્રાપ્ત થતા સહકારી માળખુ ધબકતુ બન્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.