ઇન્દોરથી આવેલાં વિશ્વ હાસ્ય મહાસંઘના સંસ્થાપક ઓમપ્રકાશ ગુપ્તાએ વિદ્યાર્થીઓને હાસ્ય દ્વારા જીવનને હળવું બનાવવાની વાત સમજાવી
કહેવાય છે કે, દુનિયામાં માત્ર માણસ જ હસી શકે છે... અન્ય કોઇ પ્રાણી કે પક્ષી હસી શકતું નથી. આમ જુઓ તો હસવાથી માનવીનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. હસતો માનવી વધુ સારો દેખાય છે. તો કેમ ન હસવું જોઇએ. તેમ જણાવતા એનસીસી કેમ્પમાં ઇન્દોરથી વિશ્વ હાસ્ય મહાસંઘના સંસ્થાપક ઓમપ્રકાશ ગુપ્તાએ વિદ્યાર્થીઓને હસવું... હસાવવું અને હસી કાઢવું... એનું નામ જ જિંદગી... તેમ કહીને જલેબી બનાવી, દૂધ હલાવી, છાશ વલોવી અને જંગલના વાઘની ત્રાડ પાડીને ખૂબ હસાવ્યા હતા. ઇન્દોરમાં ૬પ હાસ્ય ક્લબ ચલાવતાં ઓમપ્રકાશ ગુપ્તા અને તેમની ટીમે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન હાસ્યથી તણાવ દૂર કરીને સારા માર્ક્સ મેળવી શકવાની સલાહ આપી હતી.
બાળકો લાઇફના કોઇ પણ પડાવને હસતાં હસતાં પાર કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જણાવતા કમાન્ડન્ટ કર્નલ રોની સાહીએ કહ્યું કે, એનસીસી દ્વારા આયોજિત કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગમાં હાજર પ૦૦ વિદ્યાર્થીઓને પરેડ, ફાયરિંગ, શિસ્ત, લિડરશિપ, મેપ રીડિંગ તથા લશ્કરી તાલીમ આપવામાં આવશે.