DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
આશ્રમ માટે આક્ષેપો સહન કરવાની હિંમત રાખવી પડશે
Bhaskar News, Petlad
| Apr 23, 2012, 00:25AM IST

‘આશ્રમ બનાવવા હોય તો આક્ષેપો સહન કરવાની હિંમત રાખવી પડશે. જન્મજયંતિ, પુણ્યતિથિ દેવો અને ભગવાનની ઉજવાય છે. તે મારા જેવા માટે નથી, હું તો નફામાં જીવી રહ્યો છું’ એમ ચરોતરના ૧૪ ગામ પાટીદાર સમાજ અને કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ પેટલાદના ઉપક્રમે સ્વામી સિચ્ચદાનંદ વિદ્યાસંકુલ ખાતે રવિવારે યોજાયેલા રક્તતુલા મહોત્સવમાં સ્વામી સિચ્ચદાનંદે પોતાનાં પ્રેરક વકત્વયમાં જણાવ્યું હતું.
સ્વામી સિચ્ચદાનંદજીએ જનસભાને આશિર્વચન પાઠવતાં વધુમાં જણાવ્યું હતું કે સાધુ-સંતોને ભગવાન ચાર શકિતઓ આપે છે. જેને સાચા અર્થમાં પામશો તો ભીખ માગવાનો વારો નહીં આવે. જેમાં માળા, વાણી, કલમ લેખનની શકિ્ત અને સેવાનો સમાવેશ થાય છે. યોગી ના થશો ઉપયોગી થાજો તેવી પણ ટકોર કરી હતી.
જ્યારે સમારોહમાં મુખ્ય મહેમાનપદેથી સંતરામ મંદિર ઉમરેઠના ગણેશદાસ મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પોતાની કલમક્રાંતિથી જાગૃતિ લાવનાર સંત સિચ્ચદાનંદજીની ભકતગણ દ્વારા રક્તતુલા યોજાય તે સરાહનિય જ છે, સ્વામી સિચ્ચદાનંદજી છુટા હાથે દાન આપી છુટા થાય છે, ત્યારે કેટલાંક દાન આપી સંસ્થાઓ પર કબજો જમાવે છે. ગણેશ મંદિર રંગાઇપુરાનાં મહંત હરિસેવકદાસજી મહારાજે સ્વામી સિચ્ચદાનંદજીને કુબેર ગણાવી જણાવ્યું હતું કે સ્વામીજીએ તેમના ગામને કર્મભૂમિ નથી બનાવી પણ વચ્ચે રહી સમસ્ત સમાજના કલ્યાણ સાથે રાષ્ટ્રના કલ્યાણની કામગીરી કરી હોવાથી સ્વામીજી એક વિચાર છે. વિચારનું મૃત્યુ થતું નથી. જ્યારે આયોજન પંચના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે બી.ડી.રાવ(ખંભાત), આર. બી. પટેલ(વિદ્યાનગર), પ્રવીણભાઈ પટેલ(દાતા ભવાનીપુરા) સત્તર ગામ પાટીદાર સમાજ જયેશભાઈ પટેલ, સરદાર પટેલ સમાજ ફેડરેશનના દિલીપભાઈ પટેલ, ચોવીસ ગામ લેઉઆ પાટીદારના રામભાઈ પટેલ, ૧૬ ગામ પાટીદારના જયંતભિાઈ પટેલ, પંદર ગામ પાટીદાર સમાજના જશભાઈ પટેલ, રર ગામના શૈલેષભાઈ પટેલ, વણસોલ ર૭ પાટીદાર સમાજના ભીખુભાઈ બી. પટેલ, સિચ્ચદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ ઉંઝા, પેટલાદના ટ્રસ્ટીઓ, ૧૪ ગામ પાટીદાર સમાજનાં મહિલા પ્રમુખ મીનાબેન પટેલ, સમાજના દાતાઓ, અગ્રણીઓ તેમ જ નગરજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. ટ્રસ્ટના મંત્રી કમલેશભાઈ પટેલે સર્વેનું સ્વાગત કર્યું હતું.
પપ૮ યુનિટ રક્ત એકત્ર કરાયું
૧૪ ગામ પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘૧૪ ગામ પાટીદાર સમાજને દરેક સંતોનો રાજીપો મળ્યો છે. રક્તતુલામાં પપ૮ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. જે સંતે લોકો માટે બહું જ સમર્પણ કર્યું હોય તેમની સેવાને ન બિરદાવીએ તો સ્વાર્થી કહેવાય.’





