Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

ધમધમતા ઘ-૨ પાસે ધોળે દહાડે રૂ.પાંચ લાખની લૂંટ

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 4:59 AM [IST](03/02/2012)
 
 
 
 
 
ગાંધીનગર શહેરમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. તેમાં હવે ભારે ગુનાની સંખ્યા પણ વધવા લાગી છે. પોલીસ મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા દિવસ-રાત મથી રહી છે ત્યાં ગુરુવારે ટ્રાફિકથી ધમધમતા રહેતા ઘ-૨ સર્કલ નજીક ત્રાટકેલા બાઇક સવાર ગઠિયા મોટરમાંથી ઉતરીને ઓફિસમાં જઇ રહેલા બિલ્ડરને ધક્કો મારી તેના હાથમાંથી રૂ.પ લાખની રોકડ સાથેનો થેલો ઝૂંટવી પલકારામાં પલાયન થઇ ગયા હતાં. આ બનાવની ફરિયાદના પગલે સેકટર-૭ પોલીસે ધોરણસરની તપાસ શરૂ કરી છે.

સેકટર-૭/ડીમાં પ્લોટ નં.૧૩૩૦/૧માં રહેતા મનસુખભાઇ વાલજીભાઇ સંતોકી નામના પપ વર્ષના બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ઘ-પ પાસે આવેલી એચડીએફસી બેંક પર ગયા હતાં અને ચેક દ્વારા રૂ.પ લાખ ઉપાડયા હતા. આ રકમ તેમણે કાળા રંગના થેલામાં મૂકી હતી અને તેની પાર્ટનરશીપવાળી ઘ-૨ સર્કલ નજીક અપના બજાર પાસે આવેલી ઓફિસ પર જવા જીજે-૧૮-એસી-૭૦પ નંબરની અલ્ટો કાર લઇને નીકળ્યા હતાં.

અપના બજાર પાસે ગાડી પાર્ક કરી થેલો લઇને નીચે ઉતરેલા વાલજીભાઇ પોતાની ઓફિસ તરફ આગળ વધ્યા ત્યારે જ જાડો અને ઉંચો અજાણ્યો શખ્સ આવ્યો હતો. તેણે વાલજીભાઇને ધક્કો મારવા સાથે તેના હાથમાં રહેલો થેલો ઝૂંટવી લીધો હતો. વાલજીભાઇએ થેલો બચાવવા કોશિશ કરવા સાથે બૂમરાણ મચાવી હતી. પરંતુ થેલો ઝુટવનાર શખ્સ તેના સાથીદારને બાઇક પર બેસીને નાસી છૂટયો હતો.

અમદાવાદી યુવાને પીછો કર્યો પરંતુ

વાલજીભાઇની બૂમરાણ સાંભળીને મદદે દોડી આવેલા અમદાવાદના એક યુવાને તુરંત તેને પોતાના બાઇક પર બેસાડયા હતા અને ગઠિયાઓનો પીછો પકડયો હતો. ત્યારે ઘ-૬ સુધી ગઠિયાઓનું બાઇક નજરે પડયા પછી તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં.

ખરે ટાણે બેંકનો કેમેરા ખૂલ્યો જ નહીં
લૂંટના બનાવના પગલે હતપ્રભ થઇ ગયેલા વાલજીભાઇ આખરે મારંમાર કરતા એચડીએફસી બેંક પર પહોંચ્યા હતા અને સત્તાવાળાઓને બેંકમાં મૂકેલા કેમેરાના ક્લિપિંગ્સ બતાવવા કહ્યું હતું. બેંક સત્તાવાળાઓએ સહકાર પણ આપ્યો હતો. પરંતુ બેંકનો કેમેરો ખરા સમયે જ ઓપન થયો ન હતો. જેના પગલે વાલજીભાઇએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

ગઠિયાઓએ ઘ-પથી નજર રાખી હતી

સેકટર-૭ પોલીસ મથકના સિનિયર ઇન્સ્પેકટર એ.એમ.પરમારે આ મામલે કહ્યું કે, ગઠિયાઓ અગાઉથી જ બેંકમાં ઉપસ્થિત હોવાની અને તેઓએ વાલજીભાઇને મોટી રકમ ઉપાડતા જોયા હોવાની શકયતા છે. ત્યારબાદ ગઠિયાઓએ વધુ ભીડ ધરાવતા ઘ-પ વિસ્તારમાં જ ગુનો આચરવાના બદલે વાલજીભાઇનો પીછો કરવાનો નિર્ણય કર્યો હશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.