DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
..તો આગે વિકરાળ સ્વરૂપ લીધું હોત અને તબાહી મચી હોત !
Bhaskar News, Shinor
| Aug 30, 2012, 01:04AM IST

ઘરવખરી, તીજોરી, દાગીના, અનાજ વગેરે આગમાં સ્વાહા
શિનોર તાલુકાના બરકાલ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા હસમુખભાઈ પટેલના ઘરમાં ગઈ કાલે મધરાતે મકાનના પહેલા માળે શોર્ટ શકીર્ટથી આગ લાગતા ઘરવખરી, રોકડા નાણાંથી માંડી રેશનીંગના ચોપડા સહિત આગમાં સ્વાહા થઈ જતાં લાખોનું નૂકશાન થયાનું જાણવા મળે છે. આ આગથી કોઈ જાનહાની થઈ નથી.
બરકાલ ગામમાં સોની ફિળયામાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. જ્યારે નીચેના ભાગે સસ્તા અનાજની દુકાન છે અને તેઓ પાછળના ભાગે તેઓ રહે છે. ગઈકાલે રાત્રે હસમુખભાઈના પરિવારજનો સાથે મધરાતે નીંદર માણતા હતા ત્યારે ઉપલા માળે અવાજથી હસમુખભાઈ જાગી ગયા હતા. ત્યારે ઉપલા માળે આગ ફાટી નીકળેલી જોઈ તેઓ હેબતાઈ ગયા હતા. પરંતુ હિંમત રાખી પરિવાર સાથે બહાર નીકળી ગયા હતા.
હસમુખભાઈની બુમરાણથી ફિળયાવાસીઓ જાગી ગયા હતા પણ તે અગાઉ આગે ઘરને ભરડામાં લઈ લીધું હતું. બુમરાણ થતા ગામ એક થઈ આગ બુઝાવવામાં લાગી ગયું હતું. આગમાં પહેલા માળે ઘરવખરી, તીજોરી, દાગીના, અનાજ વગેરે સ્વાહા થઈ ગયા હતા, પરંતુ કોઇ જાન હાનિ થઇ ન હતી. આ ઘટનાની જાણ થતાં શિનોર પોલીસે આવી જરૂરી કાર્યવાહી આદરી હતી. આ આગમાં આશરે ૪થી પ લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. સદ્નસીબે માસની આખર તારીખ હોવાથી રેશનીંગની દુકાનમાં કેરોસીનનો જથ્થો ન હતો નહીં તો ભારે નુકસાન થયું હોત.
મકાનમાં લાગેલી આગ અંગે ફોન કરતાં જવાબ મળ્યો પૈસા ભરો પછી જ ફાયર ફાઈટર આવશે
ગઈ રાત્રે દોઢ વાગ્યાના સુમારે મકાનમાં ઈલેકટ્રીક શોર્ટ શિર્કટથી લાગી હતી. આ આગ બુઝાવતા કરજણ ખાતે ખેતીવાડી ઉદ્પાદન બજાર સમિતિના ફાયર ફાઈટર મોકવવા અંગે ફોન કરતા ત્યાંથી પહેલા પૈસા ભરો બાદમાં ફાયર ફાઈટર આવશે એમ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારના ઉદ્ધત ભર્યા જવાબથી લોકસેવાની ખેડૂતોની સંસ્થાના કર્મચારી જવાબ આવે ખરો? આ અંગેની રજૂઆત શિનોર મામલતદારને પણ કરી હતી.-હસમુખ પટેલ,મકાન માલિક






