-ગોધરાથી મધ્યપ્રદેશ ર્બોડર સુધીના સમગ્ર આરસીસી માર્ગનું પ૦ ટકા કામ પૂર્ણતાના આરે
-જાત માહિતી મેળવી ગુણવત્તાસભર કામ પૂર્ણ કરવાની સૂચના
૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર અમદાવાદથી ઇન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ હાલમાં ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી ડો.તુષાર ચૌધરીએ પંચમહાલ દાહોદની સરહદના રામપુરા સાઇડની જાત માહિતી મેળવી ગુણવત્તાસભર કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
પ્રથમ તબક્કામાં અમદાવાદથી ગોધરા સુધીનો માર્ગ રૂ.૧૧પપ કરોડના માતબર ખર્ચથી, ગોધરાથી ગુજરાત મધ્યપ્રદેશની ર્બોડર સુધી રૂ.૭પ૦ કરોડના ખર્ચથી તેમજ ગુજરાત મધ્યપ્રદેશ ર્બોડરથી ઇન્દોર સુધી રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ છે. ગોધરાથી મધ્યપ્રદેશ ર્બોડર સુધીના સમગ્ર આરસીસી માર્ગનું પ૦ ટકા કામ પૂર્ણતાના આરે છે.
ત્યારે કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડો.તુષાર ચૌધરીએ પંચમહાલ-દાહોદની ર્બોડર પરના રામપુરા સાઇડની તાજેતરમાં જાત માહિતી મેળવી હતી. રોડની ગુણવત્તા અને કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચઅધિકારીઓ અને આ કામની એજન્સી સાથે ચર્ચા કરી, પંચમહાલ દાહોદની પ્રજા આ માર્ગનો સારી રીતે ઉપયોગ કરે તે માટે આ રોડનું કામ ઝડપથી ગુણવત્તાસભર પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.
આ નિમિત્તે કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સાથે જિ.કોંગ્રેસપક્ષના પ્રવકતા દિગ્નેશ પરીખ, જિ.કોંગ્રેસ સમિતિના મહામંત્રી અજીતસિંહ ભટ્ટી, રફીક તિજોરીવાલા ઉપરાંત સંતરામપુરના કોંગી ધારાસભ્ય પરંજયદિત્યસિંહ પરમાર તેમજ નેશનલ હાઇવેના અધિકારી હરેશ મોદી, મેનેજર મહેતા વગેરે જોડાઇ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.