Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

ગાંધીનગરમાં રાત્રે શિયાળો ને બપોરે ઉનાળો

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 4:05 AM [IST](03/02/2012)
 
 
 
 
Advertisement
 
ભરશિયાળે અકળાવતી ગરમીના અનુભવથી વસાહતીઓમાં સર્જા‍યેલું આશ્ચય
હવામાનશાસ્ત્રીઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગની માઠી અસર ગણાવાઈ રહી છે


ગાંધીનગરમાં છેલ્લા ઉનાળા અને ચોમાસામાં જેમ બેવડી ઋતુનો અનુભવ થયો હતો. તેવી જ રીતે ચાલુ શિયાળા પણ ડબલ મોસમનો અનુભવ શરૂ થયો છે. છેલ્લા બે દિવસોથી બપોરે ગરમી અનુભવાઇ રહી છે. ગુરુવારે તો મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી પર પહોંચી જતાં બપોરે પંખા ચલાવવા પડે તેવી સ્થિતિ સર્જા‍ઇ હતી. ભરશિયાળે ગરમીના અનુભવથી વસાહતીઓમાં આશ્ચર્ય સર્જા‍યું છે. કેમ કે, અહીં પરોઢીયે લઘુત્તમ તાપમાનનો પારો ૯ ડિગ્રીથી નીચે ઉતરી ગયો હતો અને બપોરે ગરમી વર્તાઇ રહી હતી.

છેલ્લા ૪૮ કલાક દરમિયાન ગાંધીનગરમાં તાપમાન વ્યાપક ચઢાવ-ઉતાર નોંધાયા હતાં. બુધવારે લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે લઘુત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીથી વધુ ઘટાડો થઇને પારો ૮.૮ ડિગ્રી પર પહોંચી ગયો હતો. બીજી બાજુ મહત્તમ તાપમાન ૩ ડિગ્રી જેવા વધારા સાથે ૨૯.૮ નોંધાયું હતું. એટલે કે, ભરશિયાળામાં અનુભવાતી ઠંડી જેટલું લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ઉનાળા જેવું ૩૦ ડિગ્રી નોંધાયું હતું.

મોસમના આવા બદલાવથી વસાહતીઓ રીતસર અકળાઇ ગયા હતા. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૩ ટકા નોંધાયા પછી સાંજે ઘટીને ૩પ ટકા થઇ ગયું હતું. તેના પરથી એવા નિર્દેશ મળે છે કે, આવી સ્થિતિ રહેશે તો રાત્રે ઠંડીનું જોર જળવાઇ રહેશે. ચાલુ શિયાળામાં રેર્કોડ બ્રેક ઠંડી પ.૨ ડિગ્રી નોંધાઇ ચૂકી છે. પરંતુ ત્યારબાદ ઠંડીનો પારો ઉપર નીચે થતો રહ્યો છે. જોકે, હજુ પણ હાડ ધ્રુજાવતી કાતીલ ઠંડીના દિવસો પૂરા થઇ ગયા નથી. આ સ્થિતિને હવામાનશાસ્ત્રીઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગની માઠી અસર પણ ગણાવવામાં આવી રહી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.