સિંચાઈ તથા હાઈવે વિભાગે બનાવેલાં પુલથી લાલપુરની પ્રજા લાલચોળ
કપડવંજ તાલુકાના લાલપુર - નીરમાલીથી વ્યાસવાસણા જતાં રોડની નદી પરના પુલના અભાવે વિશાળ જમીનમાં પાકની જાળવણી કરવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ નડી રહી છે. કપડવંજ તાલુકાના નિરમાલી - લાલપુર ગામના ૨૦૦ ખેડૂતોની આશરે ૮૦૦ વિઘાથી વધુ જમીન નદીના સામેના કિનારે આવેલી છે. વરાંસી નદીમાં ભૂગિળયા ચેકડેમના કારણે પાણીનો પ્રવાહ અવિરત વહે છે. થોડાક સમય પૂર્વે ગામથી ૨ કિમી દૂર પુલ બનાવેલ છે, તે કોઈપણ રીતે ખેડૂતોને ઉપયોગી નથી.
આ અંગે ગામના અગ્રણી ખેડૂત વિનોદભાઈ પરસોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘સિંચાઈ વિભાગ દ્વારા વારાંસી નદી પર નકશામાં જણાવેલ સ્થલે પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો નોહત, પરંતુ આ પુલ નિયત સ્થળથી બે કિમી દૂર બનાવવામાં આવતાં ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. વળી, પુલના કારણે જે રોડ બન્યો છે તેનાંથી જમીનનું ધોવાણ થવાથી પૂરેપુરી શક્યતાઓ છે.
નિયત સ્થળના પુલના કારણે વ્યાસવાસણા, લીલાજીના મુવાડા, ઝંડા તથા પેટાપરા વગેરે ગામના લોકો માટે પુલ ઉપયોગી બની શકે તેમ હોવા છતાં સ્થળ ફેર કરવાથી હાલાકીઓ વધી ગઈ છે.’ વધુમાં ખેડૂત વિનોદભાઈ પટેલે આક્ષેપો કર્યા હતા કે ‘રાજકારણીઓએ ગ્રામજનોને અંધારામાં રાખી સિંચાઈ વિભાગનો પુલ અને ગાંધીનગર હાઈવે પાસે લાડુજીના મુવાડાનો પુલ તૂટી જવાથી આ બન્ને પુલનું એકત્રીકરણ કરી એક પુલ બનાવતાં વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે.