Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

‘એક્સેન્ટ’માં શહેરના એક્સ્ટેસી બેન્ડનું ઓપનિંગ

 
Source: Vishal Patadiya, Ahmedabad   |   Last Updated 2:00 AM [IST](03/02/2012)
 
 
 
 
 
લોકલ આર્ટિસ્ટ્સને એક્સપોઝર આપવા માટે નેશનલ બેન્ડ્સને દૂર રખાયા : ૩ રોક કોમ્પિટિશન જીતનારું બેન્ડ ‘કલાસિકલ રોક’ મ્યુઝિકથી ધૂમ મચાવશે : વી ચેનલના વીજે રિશિનું એન્કરિંગ

ગુજરાતમાં પ્રથમ વખત આવી રહેલાં ઇન્ટરનેશનલ બેન્ડ એક્સેન્ટનાં કોન્સર્ટને ઓપન કરવા માટે અમદાવાદના યંગેસ્ટ બેન્ડ એક્સ્ટેસીની પસંદગી કરવામાં આવી છે. એક્સેન્ટ રીધમ એન્ડ બ્લુઝ મ્યુઝિક છેડશે તે પહેલાં એક્સ્ટેસી પોતાના કલાસિકલ રોકથી યૂથને પાગલ કરશે. એક્સ્ટેસીએક્સ્ટેસી બેન્ડની ખાસિયત એ છે કે તે અમદાવાદનું યંગેસ્ટ બેન્ડ છે.

તેને બન્યાને દસ જ મહિના થયા છતાં તે ત્રણ જેટલી રોકબેન્ડ કોમ્પિટિશન જીતીને આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ બેન્ડનો ડ્રમર માત્ર ૧૫ વર્ષનો જ છે, જે ગુજરાતનો યંગેસ્ટ ડ્રમર કહેવાય છે. એક્સેન્ટના ઓપનિંગ માટે નેશનલ બેન્ડ્સ પણ લાઇનમાં હોવા છતાં આ યંગ બેન્ડને તક મળતાં અમદાવાદી મ્યુઝિક લવર્સ ઝુમી ઊઠ્યા છે.

બ્લેક ગ્રેપ ઇવેન્ટ્સનાં આશિષ બંસલે એક્સ્ટેસીના સિલેકશન વિશે કહ્યું હતું કે, એક્સેન્ટ જેવું ઇન્ટરનેશનલ બેન્ડ આવી રહ્યું હોઇ અમે ઓપનિંગ બેન્ડ સિલેકટ કરવા બાબતે કોઇ ચાન્સ લેવા માગતા ન હતા. નેશનલ બેન્ડ્સે પણ ઓપન કરવા માટે અમારો સંપર્ક કર્યો હતો. જોકે બહારનું બેન્ડ આવશે તો બની શકે લોકો તેને ઓછું જાણતા હોય. જેથી અમે લોકલ બેન્ડની તલાશ શરૂ કરી હતી. એક્સેન્ટનું લેવલ જોતાં અમારે તે પ્રમાણે બેન્ડ શોધવું હતું. છેવટે અમે એક્સ્ટેસી પર પસંદગી ઉતારી હતી.

કારણ કે છેલ્લા દસ જ મહિનામાં આ બેન્ડે એમ.એસ. યુનિવર્સિટી-પરામર્શ, આઇઆઇપીએમ અને આઇઆઇએમ-કેઓસની રોકબેન્ડ કોમ્પિટિશન જીતીને મ્યુઝિક લવર્સનું ધ્યાન ખેંચ્યું હતું. ડાન્સ ઇન કોન્સર્ટ અમદાવાદનું બેન્ડ ઓપન કરશે તેથી મ્યુઝિક લવર્સને પણ સારું લાગશે. ઉપરાંત, અમે એન્કર તરીકે વી ચેનલના વીજે રિશિને બોલાવી રહ્યાં છીએ. જે યૂથમાં ફેવરિટ છે. હાલમાં કોન્સર્ટમાં આવવા માટે રાજકોટ, બરોડા, ગાંધીધામ, સુરત, ઉદયપુર, જયપુર, મધ્યપ્રદેશથી પણ લોકોના ફોન આવી રહ્યાં છે. અમારી તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. કોન્સર્ટમાં ૭૦ બોક્સર્સ અને પોલીસની સિકયોરિટી રહેશે.

એક્સ્ટેસી બેન્ડના મેનેજર ધ્વનિત નાયકે જણાવ્યું હતું કે, એક્સેન્ટ ઇન્ટરનેશનલ બેન્ડ હોઇ અમે તેમના માટે ઓપનિંગ કરવા બાબતે નર્વસ હતા. કારણ કે અમારી માસ્ટરી કલાસિકલ રોકમાં છે, જ્યારે એક્સેન્ટ હાઉસ એન્ડ પોપ ટાઇપ રોકમાં છે. જોકે ઇવેન્ટના હાર્દિક વારિયાએ અમારા પાસ્ટ પરફોર્મન્સને જોતાં કોન્ફીડન્સ આપ્યો હતો. જેથી અમે તરત જ હા પાડીને જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમે હાલમાં જ આઇઆઇએમ-કેઓસની રોકબેન્ડ કોમ્પિટિશન જીત્યા છીએ. આ કોમ્પિટિશનમાં નવમાંથી સાત બેન્ડ ગુજરાત બહારના હતા, જ્યારે બે જ ગુજરાતના હતા. અમે ગુજરાત બહારના સાત બેન્ડને પછાડીને કોમ્પિટિશન જીત્યા હોઇ અમારો કોન્ફીડન્સ હાઇ છે. એક્સેન્ટને બેસ્ટ ઓપનિંગ આપવા માટે અમે ખાસ ટ્રેકસ પસંદ કર્યા છે. મ્યુઝિક લવર્સ અમારું પરફોર્મન્સ જોઇને ઝુમી ઊઠશે.

૧૦મા ધોરણનો પ્રીતુલ પણ પરફોર્મ કરશે
એકસ્ટેસી બેન્ડનો ડ્રમર પ્રીતુલ ચૌહાણ માત્ર ૧૫ વર્ષનો જ છે અને દસમા ધોરણમાં ભણે છે. પ્રીતુલે જણાવ્યું હતું કે, બોર્ડની એકઝામ હોવા છતાં મેં કોન્સર્ટમાં પરફોર્મ કરવાની હા પાડી હતી. કારણ કે આવી તક ફરી ક્યારેય નહીં આવે. અમે રોજ રાતે દસ વાગ્યાથી સવારે ચાર સુધી પ્રેક્ટિસ કરીએ છીએ. સિટીમાં સાઉન્ડથી લોકોને તકલીફ પડતી હોઇ અમે એક ફેકટરીમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ.

લિંકિંગ પાર્ક અને બ્રાયન એડમ્સના સોંગ્સ ધૂમ મચાવશે
ગુજરાતના રોક સીનમાં કલાસિક રોકમાં એક્સ્ટેસી ખૂબ આગળ પડતું છે. પિંક સ્લોઇડ અને લેડ ઝેપલિન બેન્ડથી પ્રભાવિત આ બેન્ડે ૧૧ ફેબ્રુઆરીના કોન્સર્ટ માટે ૧૨ જેટલાં સોંગ્સ તૈયાર કર્યા છે. કલાકના પરફોર્મન્સમાં બ્લેક સબ્બથ, ડીપ પર્પલ, લિંકિંગ પાર્ક અને બ્રાયન એડમ્સના સોંગ્સ ધૂમ મચાવશે. બેન્ડ ખુદનું કમ્પોઝિશન ‘રોક એન્ડ રોલ, એક્સ્ટેસી’ પણ પરફોર્મ કરશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.