સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાતના સ્ટુડન્ટ્સ પણ પોતાનો હોનહાર દેખાવ નોંધાવે તે હેતુથી સાયન્સ સિટીનીના પ્રાંગણમાં ખાસ ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ લેવલ પર થનારી સાયન્સ ઓલિમ્પિયાડ વિશે સંપૂર્ણ માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે.
સાયન્સ ઓલિમ્પિયાડ્સ પર યોજાયેલા આ સેમિનાર અંગે સાયન્સ સિટીના એક્ઝિકયુટિવ ડિરેક્ટર દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે, બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે, પણ અપૂરતી માહિતીને લીધે ગુજરાતના વિદ્યાર્થીઓ પાછા પડતા હોય છે. આથી તે આ પ્રકારની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે હેતુસર સાયન્સ સિટી દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કરે છે. આ સેમિનારથી વિદ્યાર્થીઓને ઘણો લાભ પણ થશે, ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચનાર વિદ્યાર્થી માહિતીનું આદાન પ્રદાન કરી શકશે, ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ વધશે, આઉટ લુક બ્રોડ થશે.
આ સિવાય આમાં સફળ થનારા વિદ્યાર્થીને ભારત સરકાર તરફથી એવોર્ડ, સ્કોલરશિપ, દર વર્ષે વીસ હજારના પુસ્તકો, બીજા રાજ્યોમાં જઈને અન્ય ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાની તક પણ સાંપડશે.
સેમિનારના પ્રથમ દિવસે ધ હોમીભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન ઓફ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈથી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હેડ ડૉ.. ડી.વી. પ્રભુ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિ, પ્રેક્ટિકલ અને થિયરીકલ મેથડની સમજણ, ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ લેવલ પર વિજેતા થયેલા વિદ્યાર્થીઓ વગેરેની માહિતી આપી.
જ્યારે વલ્લભ વિદ્યાનગરથી ફિઝિકસ ડિપાર્ટમેન્ટના હેડ કે.એન. જોષીપુરા અને પીઆરએલના ડિન પ્રો. ઉત્પલ સરકાર હાજર રહ્યા હતા.