Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

દહેગામ મામલતદાર કચેરીના ના. મામલતદાર લાંચ લેતાં ઝડપાયો

 
Source: Bhaskar News, Dahegam   |   Last Updated 4:31 AM [IST](11/02/2012)
 
 
 
 
 
નાંદોલ પ્રા.શાળાના મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલિકા પાસે પેશગીની રકમના દસ ટકા લેખે રૂ.પપ૦ની માંગ કરી હતી

ગાંધીનગર જિલ્લાની દહેગામ મામલતદાર કચેરી જાણે ભષ્ટ અને લાંચિયા અધિકારીઓનો અડ્ડો બની ગઇ છે. હમણા થોડાક મહિ‌નાઓ અગાઉ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ત્યાર બાદ એક કલાર્ક અને આજે શુક્રવારે મધ્યાહ્ન ભોજન વિભાગના નાયબ મામલતદાર મધ્યાહ્ન ભોજન સંચાલિકા બહેન પાસે શાકભાજી અને મરીમસાલાની પેશગીની રકમના દસ ટકા લેખે રૂ.પપ૦ની લાંચ લેતા ગાંધીનગર એસીબીએ ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઇ જતાં ભ્રષ્ટ અને લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ અંગે એસીબી પી.આઇ.જે.જે.ચાવડાએ માહિ‌તી આપતાં જણાવ્યું હતું કે દહેગામ તાલુકાના નાંદોલ પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનના સંચાલિકા સુશિલાબેન પુનમચંદ સોનારા પાસે દહેગામ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મધ્યાહ્ન ભોજન તરીકે ફરજ બજાવતાં લિયાકત અલીખાન યાકુબખાન પઠાણ (એલ.વાય.પઠાણે) મધ્યાહન ભોજનના સંચાલકોને આપવામાં આવતાં શાકભાજી,બળતણ અને મરીમસાલાની પેશગીની રકમના દસ ટકા રકમ લેખે સુશિલાબેન પાસે રૂ.પપ૦ની માગ કરી હતી.

આથી સુશિલાબેને લાંચ રુશ્વત વિરોધી શાખા ગાંધીનગરમાં ફરિયાદ કરતા શુક્રવારે એસીબી પી.આઇ.જે.જે.ચાવડા,એ.એસ.આઇ.પી.બી.ગઢવી,હેડકોન્સટેબલ ઇલાબેન,કોન્સટેબલ એ.જે.સૈયદ,અશોક ચૌધરી,હરેશ જોષી તેમજ મનોજ નાડિયા સહિ‌તનો સ્ટાફ મહિ‌લા પંચો સાથે આવી પહોંચ્યા હતા તેમણે ગોઠવેલા છટકામાં નાયબ મામલતદાર એલ.વાય.પઠાણ રૂા.પપ૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. દહેગામની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હોવાના સમાચાર વાયુવેગ પ્રસરતાં કચેરીમાં લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતાં.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.