- આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાઈટેક સાધનોનો ઉપયોગ
- યુવા ઉમેદવારોએ એસએમએસ, ઈ-મેઈલ બાદ હવે ફેકસબુકનો ઉપયોગ શરૂ કર્યો
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ શીતલહેરની વરચે ભારે ગરમાવો આવ્યો છે. ગામનાં ચોરા, સીમાડામાં તાપણાં, રાત્રિ જાગરણ સભરની બેઠકો હુક્કા-પાણી સાથે મંડાઈ રહ્યા છે. જોકે, આ પ્રચાર યુદ્ધમાં હવે યુવા - શિક્ષિત ઉમેદવારોએ હાઈટેક સાધનોનો ઉપયોગ શરૂ કર્યોછે, તેમાંય જંત્રાલ ગામના ઉમેદવારે ફેસબુક પર પ્રચાર કરી અનોખો ચિલો ચાતર્યોછે.
હરીફ ઉમેદવારો સામે જંગી મતની સરસાઈથી જીત મળે તે માટે થનગની રહ્યા છે. તેમાંય ૨૯મી ડિસેમ્બરે મતદાન હોઈ હાલ એવો ઘાટ ઘડાયો છે. આથી, પ્રચાર કાર્ય માટે અવનવા પ્રયાસો કરી ડોર ટુ ડોર, માઉથ ટુ માઉથ થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન માત્ર સ્થાનિક ઉમેદવારો જ ઝંપલાવતા હોવાથી પ્રચાર કાર્ય પણ જે તે ગામના દરેકે દરેક ફળીયા તેમ જ વિસ્તારો માટે મર્યાદિત જ રહેતું હતું. પરંતુ જંત્રાલ ગામના ફેસબુક યુઝર્સ અને સરપંચના ઉમેદવાર રમેશભાઈ ઉર્ફે રાહુલ સોલંકીએ અન્યત્ર રહેતા સ્થાનિક મતદારોના સંપર્ક અને મતદાનની વિનંતી માટે નો સહારો લેતા ગામઠી ચૂંટણીનો પ્રચાર જંગ ફળીયામાંથી ફેસબુકના પેજ ઉપર જોવા મળ્યો છે.
જંત્રાલ ગામે સ્થાનિક કાએથી પ્રાપ્ત માહિતી મુજબ જંત્રાલના વતની હોય તેવા મતદારો પોત-પોતાની અનુકુળતા મુજબ ફેસબુકના માઘ્યમથી અન્ય મિત્રોની સાથોસાથ પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે છે. જેની સંખ્યા ૧૧૦ જેટલી છે. જેમાં આઠ જેટલા શિક્ષક, ૩૦ જેટલા ખાનગી નોકરિયાતો અને ૧૫ જેટલા વેપાર - ધંધાર્થીઓ અને ૩૫ જેટલા કોલેજીયન તેમ જ અન્યનો સમાવેશ થાય છે.
એક વોર્ડ ઉમેદવાર પણ ફેસબુક પર
જંત્રાલ સરપંચ પદ માટેના ઉમેદવાર રમેશભાઈ ફેસબુકના પેજને પ્રચાર માઘ્યમ બનાવ્યું છે. તો વોર્ડ નં.૭ના ઉમેદવાર જગદીશભાઈ સોલંકીનાં પરિવારજન હિરલ સોલંકીએ પણ ફેસબુકનો સહારો લીધો છે.