Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

સોનાના ચળકાટ કરતાં હીરાનો ઝગમગાટ વધુ આકર્ષક બન્યો

 
Source: Chirantana Bhatt, Ahmedabad   |   Last Updated 4:40 AM [IST](05/02/2012)
 
 
 
 
 
સ્ટાઈલની સાથે સ્ટેટસ સ્ટેટમેન્ટના કારણે લાઇટ વેઇટ અને લો બજેટ હીરા યંગસ્ટર્સની પસંદ

લગ્નસરાની મોસમમાં સોનાના ઘરેણાંનો ઠાઠ યથાવત ચોક્કસ છે, પણ હીરાના ચળકાટથી અંજાઇ જનારાઓની સંખ્યા શહેરમાં દિવસે ને દિવસે વધી રહી છે. ઝગારા મારતો હીરો માત્ર સ્ટાઇલ સ્ટેટમેન્ટ નહીં પણ સ્ટેટસ સ્ટેમેન્ટ માટે જરૂરી છે, એવું સમજનારાઓ તેમના બજેટમાં બંધબેસે એવો હીરો અચૂક ખરીદે છે. શહેરના ડાઇમન્ડ માર્કેટમાં ૨૫થી ૩૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. લગ્નમાં ખાસ કરીને રિસેપ્શનના પ્રસંગમાં હીરાના આભૂષણનો પહેરવાનો ટ્રેન્ડ શહેરમાં પ્રચલિત બન્યો છે.

આ અંગે તનીશ્ક ફ્રેન્ચાઇઝી સંભાળનારા હંસા જતીન પરીખ કહે છે, ‘લગ્ન, સંગીત સંધ્યા કે અન્ય પ્રસંગોમાં લોકો જડાઉ કે કુંદન જવેલરી પહેરે છે અને સોનાનાં ઘરેણાંનો વિકલ્પ તો ખરો જ પણ રિસેપ્શન હવે વધારે સ્ટાઇલશિ બન્યા છે અને લોકો ડાઇમન્ડ સેટ્સ પહેરવાનું પસંદ કરે છે.’

નવી પેઢીને ભારે ઘરેણાં નથી ખપતાં એમ કહી હંસા પરીખે ઉમેર્યું કે, ‘હીરાના આભૂષણો ખરીદનારામાં બે ખાસ કેટેગરીઝ હોય છે. ઘરનાં વડીલોને પરંપરાગત ડિઝાઈન્સ જ પસંદ પડે છે જ્યારે યંગસ્ટર્સ પરંપરાગત સાથે આધુનિક ડિઝાઈન્સનું કોમ્બિનેશન ખરીદતા હોય છે. રોજેરોજ પહેરવાના ઘરેણાં જેમકે મંગળસૂત્ર, બુટ્ટી કે વીંટીમાં અંદાજે ૫૦,૦૦૦ની આસપાસ લોકો હીરાની બનાવટો પસંદ કરે છે.’ હીરાના ઘરેણાંના ગ્રાહકો અંગે તેમણે રસપ્રદ અવલોકન જણાવ્યું.

ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો લગ્નસરાના ખરીદીમાં અંદાજે પાંચ લાખના હીરાના ઘરેણાં ખરીદતા હોય છે. ડોક્ટર્સ કે સીએ જેવા પ્રોફેશનલ્સના પરિવારો ૨૦-૩૫ લાખની આસપાસ હીરાના ઘરેણાં ખરીદે છે, જ્યારે ઉદ્યોગકારોના પરિવારો કે શ્રીમંત પરિવારમાં તો ૫૦ લાખની ઉપરની શ્રેણીમાં પણ ખરીદી કરવામાં આવે છે. તેમની પસંદ મોટેભાગે ૩-૫ કેરેટ વચ્ચેના મોટા સોલિટેર્સ અથવા તો ફ્યૂઝન ડિઝાઈનના ભારે સેટ્સ હોય છે, તેઓ પ્રસંગ અનુરૂપ ખરીદી કરે છે.

લો કરેટ, લો બજેટ અને સ્ટેટસ માટે હીરા પહેલી પસંદ

એશિયામાં મુંબઇ પછી હીરાની સૌથી વધુ ખરીદી અમદાવાદમાં થાય છે એમ જણાવતા ઇશ્વરલાલ હરજીવનદાસ જવેલર્સના રોહિતભાઇ ઝવેરીએ કહ્યું કે, ‘લાઇટ વેઇટ, સ્ટેટસ અને લો બજેટના કોન્સેપ્ટને આધારે ખરીદી કરતા યંગસ્ટર્સમાં હીરાનો વિકલ્પ હોટ ફેવરિટ છે. પેડન્ટ-ઇયરિંરગ્ઝનો સેટ તો રૂટિનમાં પણ ખૂબ પહેરાય છે. ૨૫ હજારથી ચાર લાખ સુધીમાં ડેલિકેટ હીરા જ્યારે પાંચ લાખની ઉપરના કિંમતે મોટા સેટ ખરીદનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.

સોનાના ભાવમાં જે રીતે વધારો થયો છે તે જોતાં લોકો હીરા ખરીદવાનું વધારે પસંદ કરે છે. હીરાના આભૂષણમાં રિસેલમાં કારીગરીના ૨૦થી ૩૦ ટકા કપાતા હોય છે પણ હીરા ખરીદનારાઓને રિસેલની સમસ્યા નથી હોતી. સોનું ખરીદનારાઓ માટે રોકાણનો હેતુ હોય છે.’

હીરાનો ક્રેઝ વધ્યો છે પણ સોનું ખરીદનારા ઘટયા નથી એમ જણવાતા જશુભાઇ જવેલર્સના અલ્પેશભાઇ સોનીએ એનઆરઆઇ પણ હીરાની ખરીદી સારા એવા પ્રમાણમાં કરે છે એમ કહ્યું. તેમના મતે,‘ સ્ટેટસ કોન્શિયસ બનનારા દરેક માટે હીરાના સારા આભૂષણો હોવા જરૂરી બન્યું છે. હવે હીરાના આભૂષણો ખરીદનારા ત્યારે કલર, કવોલિટી, કલેરિટીને ઓળખતા થયા છે. હીરાના આભૂષણમાં લોકો મોતીની સજાવટ પસંદ કર છે. પન્ના કે રૂબી પણ ચાલે છે, પણ હીરાના સેટમાં જેટલા હીરા વધારે હોય એને વધુ પસંદ કરવામાં આવે છે.’

પીળું હોય એ જ સોનું!
આજકાલ કલર ગોલ્ડની ફેશન ચાલી રહી છે પણ શહેરના લોકોને સોનામાં કોઇ રંગ ભળે તો નથી પસંદ પડતું. શૂકનમાં નાના પ્રમાણમાં સોનાની આપ-કરવાની હોય ત્યારે વ્હાઇટ, યલો કે પિંક ગોલ્ડની વીંટી વગેરે લોકો લેતા હોય છે. પરંતુ અન્ય ઘરેણામાં લોકો કલર ગોલ્ડ લેવાનું પસંદ નથી કરતા. શહેરમાં કલર ગોલ્ડનું માર્કેટ આવતા વાર લાગશે એમ જવેલરી ટ્રેડના એક્સપર્ટ્સનું માનવું છે. તેમના મતે રંગ ભેળવેલો હોવાથી તેના મૂલ્ય અંગે પણ લોકોને પુરી ખાતરી નથી રહેતી અને લોકો હજી ફેશન જવેલરીમાં કલર ગોલ્ડનો ઉપયોગ નથી કરતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.