-અદાલતમાં રજુ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
દાહોદમાં નકલી ઘી ની મિની ફેક્ટરીના મુખ્ય સુત્રધારેને પોલીસે ઝડપી પાડી અદાલતમાં રજુ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
દાહોદના મંડાવાવ રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાંથી એલસીબી પોલીસે દરોડો પાડી નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડયું હતું. આ તપાસ વેળાએ જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર છેલ્લા કેટલાંય દિવસથી ફરાર હતો. તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ એલસીબી પોલીસે નેતાજી બજારમાં આવેલા તેના નિવાસ સ્થાનેથી મુકુંદ લક્ષ્મીનારાયણ મહેતાને ઝડપી પાડયો હતો. તેની ધરપકડ બાદ દાહોદની અદાલતમાં રજુ કરાતાં ર્કોટે મુકુંદ મહેતાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.