-પીધેલી હાલતમાં હોવાથી પોલીસે ધરપકડ કરી દાહોદ શહેર નજીક ઉસરવાણ ગામે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં મુખ્ય મંત્રીના સભા સ્થળ નજીક નશો કરેલી હાલતમાં ગાડી હંકારતા યુવકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારના રાજ પ્લાઝાના રહેવાસી અર્પિતભાઇ રવિભાઇ રસ્તોગી બપોરના ઉસરવાણ ગામે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં મુખ્ય મંત્રીના સભા સ્થળ નજીક પોતાની ઇનોવા ગાડી હંકારીને ગયા હતાં. તે વખતે ત્યાં ઉભેલી પોલીસે અર્પિતભાઇને પકડીને પૂછપરછ કરી હતી. તેઓ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે ધરપકડ કરી હતી. આ અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.