Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> Deputy Prime Minister Land Case: Officer Suspend

નાયબ વડાપ્રધાન જમીન કેસ: જમીનના મુદ્દે સર્કલ ઓફિસર સસ્પેન્ડ

Bhaskar News, Nadiad | Jul 16, 2012, 22:48PM IST
 
 

- જમીનના મુદ્દે સર્કલ ઓફિસર સસ્પેન્ડ

- ખોટી રીતે દસ્તાવેજ નોંધણી કરવા બદલ સબ રજીસ્ટ્રારને ફરજ મોકૂફી પર ઉતારવા રાજ્ય સરકારને કરેલો અહેવાલ : કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ પર પણ તવાઈની શક્યતા : મહેસૂલી વિભાગમાં ફફડાટ

- સરદાર વલ્લભભાઈ પટેલની જમીન બારોબાર વેચવાનાં મુદ્દે સફાળા જાગેલા તંત્રએ 'ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં’ મારવાની કરેલી કોશિષ


મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની જમીનનું ખોટી રીતે વેચાણ કરી નાખવાના પ્રકરણમાં મહેમદાવાદના સર્કલ ઓફીસર બી.ડી.ચૌહાણને સસ્પેન્ડ કરવાનો આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવતાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. સાથે-સાથે આ પ્રકરણમાં ખોટી રીતે દસ્તાવેજની નોંધણી કરવા બાબતે સબ રજીસ્ટ્રાર વાય.એમ.જોષીની સામે શિક્ષાત્મક પગલા લેવા અને ફરજ મોકૂફી પર ઉતારવા માટેનો અહેવાલ પણ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વધુ માહિ‌તી જોવામાં આવે તો, મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામે આવેલ સર્વે નં. ૨૭૦વાળી ૧-૩૯-૬૨ ચો.મી જમીન શ્રી ગુ.રા.પ્રા.સ.ના પ્રમુખ પા.વલ્લભભાઈ ઝવેરભાઈના નામે ચાલતી હતી. આ જમીન તા. ૨૦/૩/૨૦૦૩ના રોજ દસ્તાવેજથી ખોટી રીતે વેચાણ કરી નાખવામાં આવી હતી. જે અંગે જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતાં મહેમદાવાદ પોલીસ મથકે ચાર ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેની તપાસ હાથ ધરાતાં સરકારી ફરજમાં બેદરકારી દાખવવા બદલ પ્રથમ દ્રષ્ટિએ જવાબદાર જણાતાં અને જેમણે વેચાણ દસ્તાવેજની એન્ટ્રી મંજૂર કરી છે. તે મહેમદાવાદ સર્કલ ઓફીસર બી.ડી.ચૌહાણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેઓએ પોતાની ફરજ દરમિયાન જરૂરી ચોકસાઈ રાખવાની હતી તે રાખી નથી. ૧૩પ-બીની નોટિસો અને દસ્તાવેજમાં દર્શાવેલા સરનામા જુદા-જુદા છે. તેની પણ ખરાઈ કરવામાં આવી નથી.

જેથી તેઓને સસ્પેન્ડ કરીને કપડવંજ મામલતદાર કચેરીના લીયન પર ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પ્રકરણમાં દસ્તાવેજની નોંધણી પણ ખોટી રીતે કરવા બદલ વાય.એન.જોષી તત્કાલીનસબ રજીસ્ટ્રાર મહેમદાવાદ સામે પણ કડકમાં કડક પગલા ભરવામાં આવે અને તેઓને ફરજ મોકૂફી પર ઉતારી દેવા રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર એમ.વી.પારગી દ્વારા હજુ પણ આ પ્રકરણ સંદર્ભે જવાબદાર જણાતાં અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની તપાસ હાથ ધરાશે. તેમ પણ તેઓએ ઉર્મેયુ હતું. આમ, સરદાર વલ્લભભાઈ પટેલની જમીન પ્રકરણમાં કલેક્ટરના પગલાના કારણે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

દસ્તાવેજમાં અરાલના વૃદ્ધનો અંગુઠો

નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ માલિકીની જમીન કૌભાંડ પ્રકરણના વેચાણ દસ્તાવેજમાં અરાલ ગામના વૃદ્ધના અંગુઠાનું નિશાનનો પર્દાફાશ થયો હતો. આ સંદર્ભે સી.પી.આઈ મુકેશભાઈ ચૌધરીએ અરાલ ગામે છાપો મારતાં વૃદ્ધ ફરાર થઈ ગયો હતો. આ ફરિયાદ સંદર્ભે સી.પી.આઈ મુકેશભાઈ ચૌધરીએ દસ્તાવેજમાં લગાવેલા ફોટાના આધારે તપાસ કરતાં માલૂમ પડયુ હતું કે, દસ્તાવેજમાં લગાવેલ જમીન વેચનાર વલ્લભભાઈનો ફોટો અરાલ ગામના હીરાભાઈ ફુલાભાઈ ડાભીનો હતો.

અંગુઠાનું નિશાન પણ હિ‌રાભાઈનું હતું. આ સંદર્ભે પોલીસે અરાલ ગામે છાપો મારતાં હિ‌રાભાઈ(ઉર્વ‍.વ.૭૦) ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણમાં હજુ સુધી એકપણ આરોપી ઝડપાયો નથી. તે અંગેની હજુ તપાસ ચાલી રહી છે. તેમ સી.પી.આઈએ ઉર્મેયુ હતું.
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment