Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

એન્ડરસન સાથે સોદાબાજી? પ્રણવે હાથ અધ્ધર કર્યા

 
Source: Special Correspondence, Ahmedabad   |   Last Updated 2:34 AM [IST](17/06/2010)
 
 
 
 
 

ભોપાલ ગેસકાંડ માટે જવાબદાર યુનિયન કાબૉઇડના સીઇઓ એન્ડરસનને સલામત રીતે અમેરિકા ભગાડવા અંગે સોદાબાજી થઇ હોવાના મુદ્દે કેન્દ્રીય નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ મૌન રહેવાનું મુનાસબિ માની હાથ અધ્ધર કરતા કહ્યું હતું કે આ બાબતે કોઇ પ્રશ્નનો પ્રત્યુત્તર આપીશ નહીં.


અમેરિકાના તત્કાલીન પૂર્વ વિદેશી રાજદ્વારી ગોર્ડન સ્ટ્રીબે સ્વીકાર્યું છે કે ભોપાલ હોનારત બાદ એન્ડરસને ભારત છોડતાં પહેલાં ભારત સરકાર પાસે સલામતી સાથે પરત પહોંચાડવાની ખાતરી માગી હતી. રાજીવ ગાંધી સરકારના તત્કાલીન વિદેશી સચિવ રસગોત્રાએ આ અંગે બાંહેધરી આપી હોવાનો દાવો કરતા ગોર્ડન સ્ટ્રીમે કહ્યું છે કે એ સમયે ભારતના અમેરિકી મશિનની જવાબદારી હું સંભાળતો હોવાથી આ તમામ બાબતોથી હું વાકેફ હતો.


એન્ડરસન ભોપાલ પહોંચ્યા અને મધ્યપ્રદેશ પોલીસે તેમની ધરપકડ કરી ત્યારે ગોર્ડને મધ્યસ્થી કરીને રસગોત્રાની મદદથી એન્ડરસનને છોડાવી એરપોર્ટ સુધીનો ‘સેફ પેસેજપ્ત આપી સલામત રીતે પહોંચાડી દીધા બાદ દિલ્હી એરપોર્ટથી વોશિંગ્ટન જતી કોમર્શિયલ ફ્લાઇટમાં બેસાડી દીધા હતા.


આ તમામ બાબતોથી કેન્દ્રની તત્કાલીન સરકાર વાકેફ હતી એટલું જ નહીં અર્જુનસિંઘને મદદ માટે સ્પષ્ટ સૂચના અપાઇ હોવાનો ગોર્ડન સ્ટ્રીબે દાવો કર્યો છે. હાલમાં અમેરિકાની એક યુનિવર્સિટીમાં ઇકોનોમિકસના અધ્યાપક તરીકે સેવા આપતા ગોર્ડને કહ્યું છે કે ભારતમાં સલામતીની ખાતરી મળે તો જ એન્ડરસને આવવાની તૈયારી બતાવી હતી. ગોર્ડનના આ રહસ્યમય અને અણધાર્યા ઘટસ્ફોટથી કેન્દ્રની યુપીએ સરકાર મૂંઝાઇ ગઇ છે.


ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં પ્રણવ મુખરજીને આજે અમદાવાદના સર્કિટ હાઉસમાં સોદાબાજી અંગે પ્રશ્ન પૂછાતાં તેમણે કહ્યું હતું કે ભોપાલકાંડ અંગે વડાપ્રધાને ચિદમ્બરમના વડપણ હેઠળ ગ્રુપ ઓફ મિનસ્ટિરની રચના કરી છે, માટે તેઓ આ મુદ્દે કાંઇ બોલવા તૈયાર નથી. આ ગ્રુપ ક્યારે પોતાનો રિપોર્ટ આપશે? બેઠકો ક્યારે મળશે તે સહિત કોઇપણ પ્રશ્નનો જવાબ આપવાનું પ્રણવે ટાળ્યું હતું. દરમિયાનમાં આ સપ્તાહમાં અમેરિકા ખાતે સીઇઓની એક કોન્ફરન્સને સંબોધવા પ્રણવ જઇ રહ્યા છે.


આ કોન્ફરન્સમાં યુનિયન કાર્બાઇડને ખરીદનાર ડાઉ કેમિકલ્સના સીઇઓ એન્ડ´ લીવરીઝ ઉપસ્થિત રહેનાર છે. એવા સૂચક અહેવાલો વચ્ચે અટકળો થઇ રહી છે કે પ્રણવ મુખરજી કદાચ એન્ડ´ સાથે ખાનગી મુલાકાત કરી વળતરના મુદ્દે મસલત કરશે. જો કે પ્રણવ મુખરજીએ આ મુલાકાતની સંભાવનાને ભારપૂર્વક નકારી કાઢી હતી.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.