દાહોદ જિલ્લા ભાજપની કાર્યકારીણીમાં વધુ એક મહામંત્રીનો ઉમેરો કરાયો છે. દેવગઢ બારિયા નગરના મહેશ કુમાર હોતચંદ બાલવાણીની ત્રીજા મહાંમંત્રી તરીકેની જાહેરાત જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા ભાજપની કાર્યકારીણીમાં આ અગાઉ બે મહામંત્રીઓ હતા. રાજ્યના બધા જ જિલ્લાઓમાં ત્રણ મહામંત્રીઓ કાર્યરત છે. પરંતુ દાહોદ જિલ્લામાં બે જ મહામંત્રીઓની નિયુક્તિ થઇ હતી.આ બાબત ધ્યાને લઇ અને પ્રદેશ ભાજપે લીધેલા નિર્ણય અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ ભુરીયાએ દેવગઢ બારિયાના મહેશકુમાર હોતચંદ બાલવાણીની ત્રીજા ભાજપ મહામંત્રી તરીકેની જાહેરાત કરી છે.