Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Dahod
 

દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ

 
Source: Bhaskar News, Dahod   |   Last Updated 5:11 AM [IST](10/02/2012)
 
 
 
 
Advertisement
 
- અરજદારના દાવાનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી કાયમી મનાઇહુકમ ફરમાવ્યો
- ચૂંટણી માટેનો થનગનાટ આપોઆપ થંભી ગયો


દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી તા. ૧૪ ફેબ્રુઆરીએ યોજાનાર હતી. આ ચૂંટણીમાં ભાગ લેવા મામલે રાજપુર ખરેડી સેવા સહકારી મંડળીના એક સભાસદે બોર્ડ ઓફ નોમિનીઝમાં રિટ કરી હતી. આ રિટના સંદર્ભે બોર્ડ ઓફ નોમિનીઝે આ દાવાનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી મનાઇ હુકમ ફરમાવી દેતાં સંઘની ચૂંટણી હાલ પૂરતી લટકી પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિના સાત સભ્યોની વરણી માટે તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર હતી. આ ચૂંટણી માટે ઉમેદવારી કરવા, દરખાસ્ત કરવા, ટેકો કરવા તથા જરૂર પડે મતદાન કરવા પ્રતિનિધિ તરીકે મોકલવા સંબંધિત સહકારી મંડળીઓએ પહેલેથી જ ઠરાવો મોકલી આપ્યા હતા.

આ યાદી સામે ધી રાજપુર ખરેડી સેવા સહકારી મંડળી લિમિટેડના સભ્ય મકનસિંહ નાથાભાઇ પરમારે બોર્ડ ઓફ નોમિનીઝમાં વાંધો રજુ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તા.૮ જુલાઇ ૨૦૧૧ના રોજ મંડળીની બેઠક મળી હતી.

જેમાં સંઘની ચૂંટણીમાં ભાગ લેવા તેઓનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ મંડળીના સેક્રેટરીએ કોઇકની ચઢાવણીથી બહુમતી કમિટી સભ્યોની જાણ બહાર તથા સંમતિ વગર ખરેખર જે મીટિંગ મળેલી ન હોવા છતાં તા.૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ કહેવાતી ખોટી બોગસ મીટિંગ બતાવી ઠરાવ નંબર ર થી અન્ય સભ્યના નામનો ઠરાવ કરી દીધો હતો.

આ વાંધો રજૂ કરતાં બોર્ડ ઓફ નોમિનીઝે સૌ પ્રથમ અરજીના પેરા ૮(અ) મુજબનો કામ ચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો. ત્યાર બાદ આ મનાઇ હુકમ એક દિવસ લંબાવતાં તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ દિવસે બોર્ડ ઓફ નોમીનીઝે અરજદારના દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી કામ ચલાઉ મનાઇ હુકમ કાયમનો રાખવા ખુલ્લી કોર્ટમાં જાહેર કર્યો હતો.

આમ આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરીના રોજ યોજાનારી દાહોદ સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હાલ પૂરતી કરી શકાશે નહીં. તેમજ ક્યારે કરી શકાશે તે કહેવું પણ હાલમાં અશક્ય થઇ પડ્યું હોવાથી ચૂંટણી માટે થનગની રહેલા તમામના પગ થંભી ગયા છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.