Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Panchmahal
 

દહીંકોટ ગામે પરિણીતાના મોત પ્રકરણમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું

 
Source: Bhaskar News, Godhara   |   Last Updated 3:32 AM [IST](13/02/2012)
 
 
 
 
Advertisement
 
- મારક હથિયારો સાથે સામ સામે આવતા પાંચને ઇજા
- એક મકાનમાં આગચંપી : સામસામે ફરિયાદ


ગોધરા તાલુકાના દહીંકોટ ગામે પરણિતાના મોત પ્રકરણમાં બન્ને પક્ષના સભ્યો વચ્ચે ઘીંગાણુ થયું હતું. જેમાં બંને પક્ષે મારક હથિયારો સાથે સામ સામે આવતા પાંચ વ્યક્તિેઓને ઇજા પહોંચવાની સાથે એક મકાનમાં આગ ચંપી કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી તપાસ લંબાવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરાના દહીંકોટ ગામે રહેતા શકરી બેન પવeત ભાઇ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૯ ફેબ્રુઆરીના રોજ તેના પિતા પવeત ભાઇ, માતા જમકુ બેન મહેમાનગતી કરી પરત મોટર સાઇકલ ઉપર ઘરે આવતા હતા.

આ વખતે રાજેશ રાવળ, મગનભાઇ રાવળ, મુકેશ પટેલ, રમેશભાઇ તથા સીરાજ ભાઇ ગેરકાયદેસર મંડળ રચી હથિયારો લઇને તેઓને રોક્યા હતા. અને તારી છોકરીએ ગળેફાંસો ખાધો છે તો પોલીસમાં અમારા ખોટા નામ કેમ આપે છે તેમ કહી હુમલો કર્યો હતો. પવeત ભાઇ ઉપર તલવાર વડે જ્યારે જમકુબેનને અન્ય હથિયાર વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત સામે પક્ષે શાંતાબહેન સોમા ભાઇ રાવળે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પવeત ભાઇ તથા તેમના પરિવારજનો મગનભાઇ રાવળના ઘરે આવી અપશબ્દો બોલ્યા હતા. તેમના ઉશ્કેરાઇ જઇને મંગુબેનને માર માર્યો હતો.

જેઓની બુમો સાંભળી મગનભાઇ તથા રાજેશ ઘરે આવ્યા હતા. તેઓને પણ માર માર્યો હતો. બીજી તરફ ઘરની તિજોરીને નુકસાન પહોંચાડી કપડા તથા ગોદડાને સળગાવી રૂ.પ૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી તપાસનો દૌર લંબાવ્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.