દહેગામ શહેરમાં આવેલી એમ.બી.કોલેજ ઓફ કોમર્સ એન્ડ જી.એમ.એન આર્ટસ કોલેજના એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થીઓ તાજેતરમાંજ બેંગ્લોર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા કેમ્પમાં જઇ દેશનાં વિવિધ રાજયોની સંસ્કૃતિથી વાકેફ થઇ ગુજરાત રાજયની વિવિધ પ્રવૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યુ હતું.
દહેગામ કોલેજ એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થીઓ બેંગ્લોર ખાતેના એન.આઇ.સી.કેમ્પમાં સાત દિવસ રોકાયા હતા અને ત્યાં આવેલ વિવિધ રાજયોનાં વિદ્યાર્થીઓ સાથે રહી જુદાં-જુદાં રાજ્યોની પ્રજાની રહેણી કરણી, રીતરિવાજ,સંસ્કૃતિ અંગેની માહિતી મેળવી હતી અને ભારતીય બંધારણ પરત્વે જાગૃતિ તેમજ દેશમાં કોમી એકતા જળવાય તથા યુવા સંગઠન દ્વારા દેશને એક નવી દિશા મળી રહે તે માટે વિવિધ તાલીમો અને વ્યાખ્યાનોમાં ભાગ લઇ ગુજરાતની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉત્કૃષ્ટ દેખાવ બદલ એર્વોડથી સન્માનિત કરાયા હતા. શિબિરનું સફળ નેતૃત્વ અને સંચાલન ચિરાગ રાવલ,કૌશલ પટેલ,વિષ્ણુ ગજ્જર અને સૌમિત શાહે કર્યુ હતું.