Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

ગુજરાત બન્યું કોલ્ડ સ્ટોરેજ, જનજીવન અસ્તવ્યસ્ત

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:13 PM [IST](02/01/2011)
 
 
 
 
 

- ઠંડીના કારણે રાજ્યનું જનજીવન ખોરવાયું,
-છ શહેરમાં એક જ દિવસે ૧૦ ડિગ્રી કરતાં ઓછું તાપમાન
-અમદાવાદમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ


નવા વર્ષનો પ્રથમ દિવસ રાજ્યભરમાં નાગરિકોને ધ્રુજાવનારો રહ્યો હતો. શનિવારે રાજ્યમાં વ્યાપેલા ઠંડીના કેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે ઠંડીના કારણે લોકોને ફરજિયાત ઘરમાં પૂરાઇ રહેવાની ફરજ પડી હતી. રાજ્યમાં નલિયામાં રેકોર્ડબ્રેક ઠંડી પડી હતી.

નલિયાનું તાપમાન ૩.૮ ડિગ્રી જેટલું નીચે ચાલ્યું ગયું હતું. અમદાવાદમાં પણ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જ્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ ૩.૮ ડિગ્રી તાપમાન પહોંચતાં બરફવર્ષા થઈ હતી. ભારે ઠંડી વચ્ચે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે રાજ્યમાં હજુ એકાદ દિવસ સુધી ભારે ઠંડી પડી શકે તેમ છે.

ચાલુ વર્ષે નલિયામાં ચાર ડિગ્રી કરતાં ઓછું તાપમાન બીજી વાર નોંધાયું હતું. અગાઉ નવેમ્બર મહિનાની બીજી તારીખે નલિયામાં ૩.૪ ડિગ્રી જેટલું નીચું તાપમાન પહોંચ્યું હતું. નલિયા ઉપરાંત ડીસા, રાજકોટ, અમરેલી, વડોદરા અને ગાંધીનગરમાં સખત ઠંડી પડી હતી. આ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી ઓછો નોંધાયો હતો. આમ રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડીનાં દર્શન થયાં હતાં.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં સરેરાશ ત્રણ ડિગ્રી તાપમાનના ઘટાડા વચ્ચે શનિવારે ફરીવાર પારો ગગડ્યો હતો. અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક ૯.૨ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.શનિવાર આ સિઝનનો સૌથી વધારે ઠંડો દિવસ બન્યો હતો.

અગાઉ નવેમ્બર મહિનાની અગિયારમી તારીખે ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરમાં ભારે ઠંડીના કારણે નવા વર્ષનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. ભારે ઠંડીના કારણે લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. શનિવાર નવા વર્ષનો પ્રથમ દિવસ હોવા છતાં રસ્તા ઉપર પાંખી હાજરી જોવા મળી હતી.

 
 

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.