જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રીની નીચે ઉતરી જવા સાથે વ્યાપક બરફવર્ષાના પગલે ગુજરાતના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો ધ્રુજી ઊઠ્યા છે. ગુરુવારે પાટનગર પણ રેર્કોડ બ્રેક ૩.પ ડિગ્રી ઠંડી નોંધાવા સાથે ટાઢું બોળ થઇ ગયું હતું. સતત ઠંડીના ચમકારા વચ્ચે શુક્રવારે લઘુત્તમ તાપમાનનો પારો ૭ ડિગ્રી પર આવી જવા સાથે મહત્તમ તાપમાન પણ વધીને ૨૬.પ ડિગ્રીએ પહોંચતા વસાહતીઓએ હાડ ધ્રુજાવતી ઠંડીમાં થોડો રાહતનો દમ ખેંચ્યો હતો.
હવામાન ખાતાના સત્તાવાર સૂત્રોએ ઠંડીનો દોર હજુ પણ ચાલુ રહેવાનો વર્તારો આપ્યો છે. હિમાચલપ્રદેશમાં પડી રહેલી ઠંડીના કારણે આ સ્થિતિનું સર્જન થયું છે. ક્રવારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૨૬.પ ડિગ્રી રહેવાના કારણે દિવસ દરમિયાન થોડી રાહત રહી હતી.