Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Vadodara
 

સાઈબર ક્રાઈમ, આજા ફસાજા

 
Source: Janejay Trivedi, Vadodara   |   Last Updated 2:24 AM [IST](08/06/2011)
 
 
 
 
 
ઇ-મેલ હેક કરી બદનામ કરવા કે લોટરીની લાલચ આપી લોકોના નાણાં ફસાવ્યા હોવાની ફરિયાદો સૌથી વધુ મળી
સુરતના નાયબ મામલતદારની પુત્રીના અપહરણમાં પણ વડોદરાના યુવકોએ ફેસબુકનો જ ઉપયોગ કર્યો હતો.


વડોદરામાં સાઇબર ક્રાઇમ યુનિયની શરૂઆત કરવામાં આવ્યાં બાદ છેલ્લા એક વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં ધરખમ વધારો થઇ રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. ખાસ કરીને ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી યુવતીઓને ફસાવવાના ધંધા શરૂ થઈ ગયા છે. તાજેતરમાં સુરતના નાયબ મામલતદારની પુત્રીના અપહરણમાં પણ ફેસબુક ફોબિયા બહાર આવ્યો હતો.

ડી.સી.પી. ક્રાઇમ અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા

એકાદ વર્ષમાં સાઇબર ક્રાઇમ સબંધી ૪૦ જેટલી અરજીઓ (ફરિયાદ) પોલીસને મળી છે અને આ તમામ ફરિયાદની તપાસ હાલ ચાલી રહી છે.

સાઇબર ક્રાઇમ યુનિટને જે અરજીઓ મળી છે તે પૈકીની મોટાભાગની અરજીઓમાં લોકોએ તેમના ઇ-મેલ હેક કરીને તેમને બદનામ કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું છે તો કેટલાક અરજદારોએ ફેસબુકના માધ્યમથી તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું અથવા તો તેમને સમાજમાં બદનામ કરવામાં આવ્યાં હોવાનું જણાવ્યું છે. તો કેટલાક કિસ્સામાં અરજદારના ફેસબુક એકાઉન્ટમાં ચેડા કરીને તેમની બદનામી કરવામાં આવી હોવાનું પણ જણાયું છે.

ડી.સી.પી.એ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમના ગુનાઓ ગંભીર પ્રકારના ગુનાઓ છે અને આ પ્રકારના ગુનાઓ આચરતાં શખ્સો ખુબ જ શાતિર દિમાગના હોય છે. ગુનેગારો સુધી પહોંચવા માટેઘણી વખત એક્સપર્ટની પણ મદદ લેવી પડે છે.

તેમણે સાઇબર ક્રાઇમ યુનિટમાં જેમની નિમણૂંક થઇ છે તેમની હાલ ટ્રેનિંગ ચાલી રહી હોવાનું અને સાઇબર ક્રાઇમના ગુનાઓ પોલીસ દ્વારા જ ડિટેકટ થઇ શકે તે માટેની જરૂરી તાલીમ પણ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમના ગુનાઓ પોલીસ માટે પડકાર રૂપ છે.

સમયની સાથે સાથે ક્રાઇમના પ્રકારો પણ બદલાતાં રહે છે તે રીતે હાલ જે રીતે સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યાં છે તે જોતાં પોલીસે પણ આ પ્રકારના ગુનાઓ અટકી શકે તે માટે તૈયાર થવું પડશે. હાલ પોલીસને સાઇબર એક્સપર્ટની મદદ લેવીપડી રહી છે ત્યારે પોલીસ ખાતામાં જ આ પ્રકારના ગુનાઓ ડિટેકટ કરી શકે તેવા એક્સપર્ટ હોય તે પણ એટલું જ જરૂરી છે.

સોશિયલ નેટવર્કનો વપરાશ કરનારા ચેતે

ફેસબુક સહિતની સોશ્યલ નેટવકિઁગ સાઇટમાં એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ દુનિયાભરના લોકોને તેમના મિત્રો બનાવી શકે છે, પરંતુ તમારા મિત્રોની યાદીમાં જે નામ અને ફોટા જોવા મળે છે તે વ્યક્તિનું નામ ખરેખર તે જ છે કે પછી ફોટો પણ તેનો જ છે તેમ માની લેવું જોઇએ નહી.

ખાસ કરીને ફેસબુકમાં એકાઉન્ટ ધરાવનારા લોકો એકબીજાની માહિતી વાંચીને પ્રભાવીત થતાં હોય છે પરંતુ અનેક કિસ્સામાં જ્યારે અસલીયત સામે આવે ત્યારે તેઓ છેતરાયા હોવાની જાણ થાય છે અને તે સમયે ખુબ જ મોડુ થઇ ગયું હોય છે. ફેસબુકના માધ્યમથી યુવતીઓને પ્રભાવીત કરી ફસાવવાની પ્રવૃત્તિમાં પણ અનેક શખ્સો શામેલ હોવાનું અનેક વખત સપાટી પર આવી ચૂક્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.