બાળકોમાં છોટા ભીમએ ખૂબ જ ફેમસ કેરેકટર છે. આ કાર્ટૂનમાં છોટાભીમનો પાવર એક લાડુમાં સમાયેલો છે. તે પોતાના આ પાવરનો ઉપયોગ કરીને ઢોલકપુર ગામની, લોકોની અને રાજાની સમસ્યાઓને દૂર કરે છે. આ જોઇને બાળકો પણ એવું વિચારતા હોય છે કે જો છોટા ભીમનો લાડુ આપણી પાસે આવી જશે તો આપણે પણ ફ્રેન્ડની અને ઘરની સમસ્યાઓને દૂર કરી શકીશું. બાળકોની આવી ભાવનાને ધ્યાનમાં રાખીને શહેરના જોધપુર ગામ રોડ પર ગુજરાતનો પહેલો એક્સકલુઝિવ છોટાભીમ પર શો રૂમ ખૂલ્યો છે.
બાળકોના પ્રિય એવા કેરેકટર છોટાભીમ બ્રાન્ડવાળી ૬૦૦ ઉપરાંત વસ્તુઓ ધરાવતો ગુજરાતનો પહેલો એક્સકલુઝિવ શોરૂમ અમદાવાદમાં શરૂ થયો છે. આ શો રૂમમાં રાખવામાં આવેલી તમામ પ્રોડકટ બાળકોને એજ્યુકેશનમાં રસ પેદા કરે તેવી છે. આ સ્ટોરમાં ૨થી ૧૨ વર્ષના બાળકો માટે છોટાભીમના ફોટોગ્રાફ સાથેની કાર્ટૂન કેરેકટરવાળી ટી શર્ટ, બુક કોમિક બુક, એિકટવિટી બુક તેમજ વિવિધ પ્રકારની ૬૩ ઉપરાંતની વોલ્યુમ બુક રાખવામાં આવી છે.