સાયન્સસિટી ખાતે વેટલેન્ડ ડે નિમિતે બાળકો માટે વિવિધ એક્ટિવિટી યોજાઇ
ગુજરાત સાયન્સ સિટી દ્વારા વન્ડર ઓફ વેટલેન્ડ વિષય પર વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ વારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા. બપોરે ૧૨થી સાંજના ૪ વાગ્યા સુધી પોસ્ટર એક્ઝિબિશન, વીડિયો ફિલ્મ, ગુજરાત મેપ અને વેટલેન્ડ અને એન્વાયરમેન્ટ પર સ્લાઇડ શો દેખાડવામાં આવ્યો હતો.
રાજ્યભરનાં બાળકો આવ્યાં
સાયન્સ સિટી ખાતે ડિએનએ ક્લબના વિદ્યાર્થીઓએ જાણી વેટલેન્ડ અંગેની માહિતી. રાજ્યના ડાંગ, વલસાડ, સુરત, ગોધરા, દહેગામ, બનાસકાંઠા, અમરેલી, જુનાગઢ અને કચ્છથી વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ બે દિવસ સાયન્સ સિટી ખાતે રોકાશે. વન્ડર્સ ઓફ વેટલેન્ટ થીમ પર આયોજિત આ ઇવેન્ટના પહેલા દિવસે ‘વેટલેન્ડ ઇન અવર નાઇન’ વિષય પર ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું, ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગુજરાતનો મેપ બનાવ્યો હતો. તે ઉપરાંત વિદ્યાર્થીઓએ દિવસ દરમિયાન પ્રેઝન્ટેશન, પઝલ, વેટલેન્ટ ક્વિઝ, આઇમેકસ, ઇન્ટરેિકટવ સેશન અને પ્રેઝન્ટેશન દ્વારા વેટલેન્ડની માહિતી મેળવી હતી.
ફોટોગ્રાફ એક્ઝિબિશન
ડિસકશન સેશનમાં વિદ્યાર્થીઓને ડૉ. નરોત્તમ સાહૂએ જણાવ્યું કે, કોઇ પણ જગ્યાએ ત્રણ મહિના પાણી રહે તેને વેટલેન્ડ કહેવાય. વેટલેન્ડ પર વિસ્તારપૂર્વક વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ પ્રસંગે સાયન્સ સિટીમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અજિતભાઇના ૫૦ જેટલા ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શુક્રવારે વિદ્યાર્થીઓ થોળ તળાવની મુલાકાતે જશે. જ્યાં બર્ડ વોચિંગ અને વેટલેન્ડ અંગેની માહિતી મેળવશે.
વેટલેન્ડ એટલે શું ?
વેટલેન્ડ એટલે ૩ મહિના પાણીનો સંગ્રહ રહે તેને સેન્ટિફિકલી વેટલેન્ડ કહેવામાં આવે છે.
ગુજરાતમાં નાના મોટા ૧૦૦૦ કરતાં વધારે વેટલેન્ડ છે.
રાજ્યમાં ૪૪૦ દરિયાઈ અને ૩૯૦ તળભૂમિના વેટલેન્ડ છે.
ગુજરાતમાં ૬ વેટલેન્ડને નેશનલપાર્ક તરીકે આરિક્ષિત કરવામાં આવ્યા છે.