Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> Charotar Farmer Will Be Happy Said Narendra Modi

ચરોતરનો કિસાન ચાર ચાસણીએ ચડે: નરેન્દ્ર મોદી

Bhaskar News, Anand | Apr 20, 2012, 00:19AM IST
 
 

- પાક, ઘાસચારો ને વૃક્ષ દ્વારા ત્રેવડી આવક મેળવતાં ખેડૂતોના મુખ્યમંત્રીએ વખાણ કર્યા
- દેશમાં ધર્મજ જેવી ઘાસ સોસાયટી સ્થાપવા અનુરોધ


ચરોતરના ખેડૂતોએ ખેતીની સાથે પશુપાલન અને વૃક્ષ ઉછેર દ્વારા એક સાથે ત્રણ ત્રણ વ્યવસાય કરી માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ઉદાહરણ રૂપ બન્યાં છે. ખેતરની પૂજા કરી પાકની વાવણી કરે છે. વૃક્ષમાં દેવતાને નિહાળી તેનું પુજન કરી ફળમાંથી આવક મેળવે છે. પશુપાલનમાં પણ ગાયને માતા ગણી તેની પુજા કરી તેનું લાલન પાલન કરી દૂધની આવક મેળવે છે. તમામ બાબતોને ધાર્મિક વૃતિ સાથે જોડી ખેતરમાંથી ત્રણ ત્રણ પ્રકારની આવક ચરોતરના ખેડૂતો મેળવે છે અને એટલે જ તેઓ અન્ય દેશના ખેડૂતો કરતાં અલગ જ તરી આવે છે.

આણંદમાં નેશનલ ડેરી પ્લાન(એનડીપી)ના ઉદઘાટને પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો તમામ બાબતોને ધાર્મિક રીતે જુએ છે. પશુ પાલન હોય કે પછી ખેતી તમામ પાસાઓને ધર્મ સાથે વણી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. ચરોતરનો કિસાન મુખ્ય વ્યવસાય ખેતી તો કરે છે. સાથે ખેતરના ત્રીજા ભાગમાં પશુપાલન અને વધેલાં ભાગ એટલે કે ખેતરના શેઢા ઉપર વૃક્ષ ઉછેરી એક સાથે ત્રણ પ્રકારની આવક મેળવે છે. દૂષ્કાળ વખતે આ કિસાનનું ઘર વૃક્ષો અને પશુપાલનથી ચાલે છે. ખેતરમાંથી ત્રણ-ત્રણ પ્રકારની આવક મેળવવાનું માત્ર અને માત્ર આણંદ-ખેડા જિલ્લાના કિસાનોએ શિખવાડ્યું છે. ચરોતરના ખેડૂતો દ્વારા ખેતીની સાથે ત્રણ આવક મેળવવાની રીત અન્ય રાજ્યોએ પણ શીખવા જેવી છે.’

નેશનલ ડેરી પ્લાન-૧ શું છે ?

એનડીપી(નેશનલ ડેરી પ્લાન)નો ઉદ્દેશ દૂધાળા ઢોરની ઉત્પાદકતા વધારવા કેન્દ્રિત અભિગમ તથા પદ્ધતિસરની પ્રક્રિયા હાથ ધરવાનો અને ભારતના ગ્રામ્ય વિસ્તારના સાત કરોડ ગ્રામ્ય દૂધ ઉત્પાદકોને સંગિઠત ધોરણે મિલ્ક પ્રોસેસિંગ સુવિધા ઉપલબ્ધ કરી આ યોજનામાં સાંકળવાનો છે. કેન્દ્ર સરકારની રૂ. ૨૨૪૨ કરોડના ખર્ચે અમલમાં મૂકાનારાં રાષ્ટ્રીય ડેરી યોજનાના પ્રથમ તબક્કામાં દૂધનું વ્યાપક ઉત્પાદન ધરાવતાં ૧૪ રાજ્યોમાં અમલી બનશે. વર્ષ ૨૦૨૧-૨૦૨૨ સુધીમાં દૂધમાં દૂધની માંગ ૨૦ કરોડ ટન થવાનો અંદાજ હોઇ તેને પહોંચી વળવા આગામી ૧૫ વરસ સુધી ૪ ટકાનો વૃદ્ધિ દર જાળવી રાખવો આવશ્યક છે.

વૈજ્ઞાનિક સંવર્ધન દ્વારા ઉત્પાદકતામાં વધારો

દૂધાળા ઢોરને કૃત્રિમ વીર્યદાનનું પ્રમાણ વધારીને ૨૦થી ૩૫ ટકા લઇ જવાની જરૂરિયાત હોઇ માન્ય વંશ પરિક્ષણ તથા ઓલાદ પસંદગી દ્વારા એનડીપી ૨૫૦૦ હાઇ જીનેટીક મેરીટ ધરાવતાં ઉચ્ચ ઓલાદના દૂધાળા ઢોર તેમ જ પાડાઓ તથા ૪૦૦ જર્સી અને હોલસ્ટેઇન ફ્રેઝિયન આખલાઓની આયાતનું લક્ષ્ય ધરાવે છે. તેમાંથી એ અને બી એમ બે ગ્રેડના ૧૦ કરોડ ડોઝના ઉત્પાદનનું આયોજન છે. ચાલીસ હજાર ડીલીવરી કૃત્રિમ વિર્યદાન દ્વારા કરાવવાના લક્ષ્યાંક માટે એનડીપીમાંથી ભંડોળ ઉપલબ્ધ થશે. પશુઓને સમતોલ આહાર કેવી રીતે પુરો પાડવો તે બાબતે માહિતગાર કરવા ચાલીસ હજાર રિસોર્સ પેર્સન્સ તૈયાર કરાશે.

શ્વેતક્રાંતિના પ્રણેતાં જ ભૂલાઇ ગયાં

આણંદમાં બીજી શ્વેતક્રાંતિનો પ્રારંભ પ્રસંગે દેશમાં પ્રથમ શ્વેતક્રાંતિના પ્રણેતાને ઉપસ્થિત નેતાઓ યાદ કરવાનું પણ ભૂલી ગયાં હતાં. ડૉ. વિર્ગશ કુરિયને આણંદથી શ્વેતક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. એનડીડીબીમાં ગુરૂવારે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રિય કૃષિ મંત્રી શરદ પવાર, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, એનડીડીબીના અધ્યક્ષ અમૃતાબેન પટેલ સહિતના નેતાઓએ પ્રાસંગિક પ્રવચનમાં ડૉ. કુરિયનને યાદ પણ કર્યા નોહતાં. એક માત્ર કેન્દ્રિય રાજ્ય કૃષિ મંત્રી મહંત ચરણદાસે જ તેઓને પોતાના પ્રવચનમાં શ્વેતક્રાંતિ દ્વારા રાષ્ટ્રને ડૉ. વિર્ગશ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે નૂતન રાહ ચÃધ્યો છે, તેમ જણાવી તેઓને યાદ કર્યા હતાં. શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન અને ત્રિભુવનદાસ પટેલને યાદ કરવાનું ભુલી જતાં પશુપાલકો સહિત ઉપસ્થિત અગ્રણીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો.

આણંદથી બીજી શ્વેતક્રાંતિનો પ્રારંભ

વર્ષો અગાઉ ડૉ. કુરિયન અને ચરોતરના સપુત ત્રિભુવનદાસ પટેલે આણંદથી શ્વેતક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. આજે ગુરૂવારે એનડીડીબી દ્વારા કેન્દ્રિય કૃષિ મંત્રી શરદ પવારના હસ્તે નેશનલ ડેરી પ્લાનનું લોન્ચીંગ કરી બીજી શ્વેતક્રાંતિનો પ્રારંભ કરાયો છે. પ્રથમ શ્વેતક્રાંતિના પગલે રાષ્ટ્રની અદભૂત પ્રગતિ થતાં વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારતની ગણના થઇ શકી હતી. આજના કાર્યક્રમમાં શરદ યાદવ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ નેશનલ ડેરી પ્લાનને બીજી શ્વેતક્રાંતિનો પ્રારંભ ગણાવ્યો હતો.

દુષ્કાળ સમયે વૃક્ષો કમાઉ દીકરાં

ભરોડના ખેડૂત મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘ખેતરમાંથી પાકની આવક અને થોડા ઘણા ભાગમાં ઘાસચારો કરી પશુઓને જીવાડી તેના દૂધની આવક મેળવાય છે. તેમજ શેઢા ઉપરના વૃક્ષોના ફળની તેમજ વૃક્ષ ઘરડું થાય ત્યારે તેનાં લાકડામાંથી આવક થાય છે. ખેતરનો પાક નિષ્ફળ જાય ત્યારે ઘાસચારા દ્વારા પશુપાલન અને વૃક્ષના ફળની આવકથી તેમ જ દૂકાળ પડે ત્યારે વૃક્ષના ફળ અને તેના લાકડામાંથી જીવન ગુજારી શકાય છે.

પશુપાલન પણ અન્નદાતા

બોરસદના ખેડૂત પ્રતાપસિંહે જણાવ્યું હતું કે ‘ એક ખેતર ત્રણ પ્રકારની આવક છે. દૂષ્કાળના સમયે વૃક્ષો અને પાક નિષ્ફળ જાય ત્યારે ઘાસચારાથી પશુપાલન દ્વારા આવક મેળવી ખેડૂત પગભર રહી શકે છે. સાથે સાથે વૃક્ષો દ્વારા પર્યાવરણની જાળવણી પણ થઇ શકે છે.’

ધર્મજની ઘાસ કો.ઓ. સોસાયટી અનાખું ઉદાહરણ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘રાજ્યમાં ઘાસચારા કો.ઓ.સોસાયટી માત્ર અને માત્ર ચરોતરના ધર્મજ ગામે ચાલે છે. આ પ્રકારની સોસાટીઓ દેશમાં પાંચથી છ ઝોન બનાવવી જોઇએ. દૂષ્કાળ પડે ત્યારે સર્વ પ્રથમ અસર પશુઓને થાય છે. ખોરાકના અભાવે પશુઓના મોત નિપજે છે ત્યારે આવી ઘાસચારા સોસાયટી હોય તો તેના થકી ઘાસનું વિતરણ કરી પશુઓને બચાવી શકાય છે.’
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment