સમાજની તત્કાલીન સમસ્યાઓને અનુરૂપ કાયદામાં પણ ફેરફાર થવા જોઇએ. નિરમા યુનિર્સિટી ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના ચીફ ગેસ્ટ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુજાતા મનોહરે સરોગેટ મધર અંગે વાત કરતા જણાવ્યું કે, ભાડાનું મકાન અંગે રેન્ટ એક્ટ અમલમાં છે, પરંતુ પોતાનો ખોળો ભાડે આપનાર વ્યક્તિને કયો કાયદો લાગુ પાડવો તે નક્કી નથી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સી.કે. ઠક્કરે જણાવ્યું કે, મકાન વેચો તો ટ્રાન્સફર પ્રોપર્ટી એક્ટ લાગુ પડે, પરંતુ શરીરના અવયવ વેચવા અંગે હાલ કોઈ કાયદો નથી.
એન.એલ.એસ. બેંગલોરના ફાઉન્ડર ડાયરેકટર પ્રો.એન. આર. માધવને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ને ધ્યાનમાં રાખીને સાયન્સ દરેક ક્ષેત્ર માટે અત્યારથી કાયદા તૈયાર કરી લેવા જોઇએ. આઇઆઇએમના પ્રો. અનિલ ગુપ્તાએ બીટી કોટન અંગે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને સાઉથના ખેડૂતો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. જો કે ગુજરાતના ખેડૂતોએ તે સમયે એક મિલિયન ગાંસડીનું ઉત્પાદન કર્યું હતું કારણ કે ઓરિજિનલ બીટી કોટનમાં ફેરફાર કરીને તેની ૯૦૦ જાત બનાવવામાં આવી હતી.
ભાવનગર યુનિર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. વિધ્યુત જોશીએ આપણા સમાજમાં બનતા જનરલ કાયદામાં તમા લોકોનું ધ્યાન રાખવા પર મૂક્યો હતો. નિરમા યુનિવર્સિટીના લો વિભાગના અધ્યક્ષ પ્રો. પૂર્વી પોખરિયાલે ‘લો, સાયન્સ એન્ડ સોસાયટી : ડાયનેમિકસ, ડિલેમાસ, ડિસ્પરિટિસ’ વિષય પર યોજાયેલા આ સેમિનારનું મહત્વ વર્ણવ્યું હતું.