DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> Central Government Of The Promised 100 Days From T
‘કેન્દ્ર સરકારનાં ૧૦૦ દિવસમાં મોંઘવારી દૂર કરવાનાં વચન જૂઠ્ઠાં’
Bhaskar News, Nadiad
| Jul 15, 2012, 23:32PM IST

કેન્દ્રની સરકારની પ્રજા વિરોધી નીતિરીતિનાં કારણે દેશમાં મોંઘવારી અને ભ્રષ્ટ્રાચારમાં માઝા મૂકી છે. મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ૨૦૦૯ની સાલમાં આણંદમાં આવેલ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૧૦૦ દિવસમાં મોંઘવારી દૂર થઈ જશે તેવું વચન આપ્યું હતું. પરંતુ આ વચન પાળી શક્યા નથી. માત્ર જુઠાણાં જ બોલીને કોંગ્રેસ સરકાર પ્રજાને છેતરી રહી છે. તેમ ગુજરાત પ્રદેશ યુવા ભાજપનાં પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ વિરપુરમાં રવિવારે યોજાયેલા યુવા સંમેલનમાં જણાવ્યું હતું.
વિરપુરની દેસાઈ સી.એન.વિદ્યાલયનાં ગ્રાઉન્ડમાં રવિવારે સવારે ૧૦ કલાકે વિરપુર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર આકરા પ્રહાર કરતાં વધુમાં જણાવ્યુ હતું કે ‘કેન્દ્ર સરકારે દિન-પ્રતિદિન પેટ્રોલ-ડિઝલમાં અસહ્ય ભાવવધારો કરી રહી છે.
આ સરકારમાં મોંઘવારીની સાથે - સાથે ભ્રષ્ટ્રાચારે પણ માઝા મૂકી દીધી છે. જેના કારણે આમ પ્રજાનું જીવન મુશ્કેલ બની ગયું છે.’ જ્યારે આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહ, રાજ્ય મહિલા આયોગનાં પ્રમુખ લીલાબેન અંકોલિયા, ગુજરાત રાજ્ય ગોપાલક બોર્ડનાં ચેરમેન ડો.સંજયભાઈ દેસાઈએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં યુવા મોરચાએ ખભેખભા મિલાવીને કોંગ્રેસને જાકારો આપીને ભાજપનો બહુમતીથી વિજય થાય તે રીતે કમર કસવા માટે સૌએ તૈયાર રહેવું પડશે. આ કાર્યક્રમમાં તાલુકાના યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળી સહિત મોટીસંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.






