નંદ ભયો, જય કનૈયાલાલ કી... શહેરના ખૂણે ખૂણે આ નાદ ગુંજયો હતો. શહેરની વિવિધ ક્લબોમાં પણ સભ્યોએ ભારે ઉલ્લાસપૂર્ણ જન્માષ્ટમી સેલિબ્રેટ કરી હતી.
કર્ણાવતી ક્લબ ખાતે કૃષ્ણજન્મના કાર્યક્રમમાં લગભગ ૭૦૦ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. અંકિત ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સૌએ મળીને કૃષ્ણ જન્મની વિધિવત્ મટકીફોડની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ક્લબના પ્રેસિડન્ટ ગિરીશ દાણી, એન્ટરટેઈનમેન્ટ કમિટીના ચેરમેન અશોકભાઈ પટેલ અને સૌરભભાઈ બ્રહ્નભટ્ટ પણ હાજર રહ્યા હતા.
રાજપથ ક્લબમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવી હતી. રાજપથ ક્લબ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલા આ પ્રોગ્રામમાં પ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. મટકીફોડઅને કૃષ્ણજન્મની ઉજવણી સાથે લોકોએ મનહર ઉધાસના કૃષ્ણ ભજન પણ માણ્યા હતા. ક્લબના પ્રેસિડન્ટ પરેશભાઈ દાણી અને માનદમંત્રી જી.બી.પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતા.