Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Vadodara
 

રાષ્ટ્રીય ક્રિડા દિનની ઉજવણી: ૪૫૦ રનરોએ મીની મેરેથોનમાં ભાગ લીધો

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:56 AM [IST](30/08/2010)
 
 
 
 
 
હોકીના લીજેન્ડ ખેલાડી સ્વ. મેજર ધ્યાનચંદના જન્મદિન તા. ૨૯ ઓગષ્ટને આજે વડોદરામાં એમેચ્યોર એથ્લેટિકસ એસોસિયેશન દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. હોકી એસોસિએશન દ્વારા મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫૦ રનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સવારે ૬.૪૫ કલાકે ભાઇઓ અને બહેનોની મીની મેરેથોનને ધારસભ્ય ભુપેન્દ્રભાઇ લાખાવાળા, વડોદરા શહેર લાયન ગીરીશભાઇ પટેલ અને જયંતભિાઇ પટેલ દ્વારા ફ્લેગઓફ કરાયા હતા. ૨૦ કિ. મી., ૧૨ કિ. મી. અને ત્રણ કિ. મી. ની મીની મેરેથોન પાંચ વિભાગમાં યોજવામા આવી હતી.

આ પ્રસંગે યોજાયેલ સમાપન કાર્યક્રમમાં રનરોને મોમેન્ટો એનાયત કરાયા હતા. તે સાથે હોકીના સિનિયર ખેલાડીઓ રઘુનાથ કદમ, વીરસિંગ ગાયકવાડ, વી.જી. સાળુંકે,વીએસ મોહિતે અને સયાજીરાવ શિંદનું સન્માન કરવામા આવ્યું હતું. ૪૦૦ થી વધુ વૃક્ષારોપણ મેરેથોનના અગ્રણી રનરો, રમતવીરો, અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.