સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરની તપાસ કરતાં મુંબઈ સીબીઆઈના એસપી અમિતાભ ઠાકુર ૧૪થી ૨૪ સપ્ટેમ્બર દસ દિવસ માટે કેનેડા ટ્રેનિંગમાં જવાના છે. ટ્રેનિંગથી પરત આવ્યા બાદ તપાસનો દોર આગળ વધારવામાં આવશે.
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ માટે સારા સમાચાર છે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરની તપાસ કરતાં મુંબઈ સીબીઆઈના એસપી અમિતાભ ઠાકુર આગામી ૧૪થી ૨૪ સપ્ટેમ્બર દસ દિવસ માટે કેનેડા તાલીમ કાર્યક્રમમાં જવાના છે.
સૂત્રોના જણાવ્યાનુસાર સીબીઆઈના એસપી રવિવારે રાત્રે કેનેડા જવા માટે રવાના થશે. આગામી શુક્રવારથી ત્રણ દિવસની રજાઓ આવતી હોવાથી હાલમાં કોઈની પણ પૂછપરછ થવાની નથી. સીબીઆઈના એસપી કેનેડાથી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા બાદ તપાસનો દોર આગળ વધારશે.
ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં નિવૃત્ત આઈપીએસ અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓ.પી.માથુરની પૂછપરછ થયા બાદ ઓ.પી. માથુર અને રાજકોટ પોલીસ કમિશનર ગીતા જોહરીની સંયુક્ત પૂછપરછ થવાની હતી. આ પૂછપરછ પણ હવે ૨૪મી સપ્ટેમ્બર પછી હાથ ધરાય તેવી શક્યતા છે.