Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 

બોરસદમાં રાંધણ ગેસ કંપનીના અવનવા તૂતથી ગ્રાહકો પરેશાન

 
Source: Bhaskar News, Borsad   |   Last Updated 12:01 AM [IST](05/01/2012)
 
 
 
 
Advertisement
 
ફક્ત મોબાઈલ દ્વારા જ ઓનલાઈન નોંધણી બાદ હવે ઈન્સ્પેક્શનનાં બહાના હેઠળ ગેસધારકોનાં ખિસ્સા ખંખેરવાનો ખેલ

બોરસદ નગરમાં આવેલી રાંધણ ગેસ એજન્સી દ્વારા મદારીની જેમ ‘કાળો બતાવું કે કાબરો તેમ કહી કરંડિયા’માંથી અવનવાં નિયમો કાઢી ગેસધારકોને પજવણી કરાતી હોવાની બૂમ ઉઠી છે. આ અંગે ગેસધારકોએ મામલતદાર, જિલ્લા પુરવઠા અધિકારી, કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બોરસદમાં આવેલી એચપી કંપનીની ગેસ એજન્સી દ્વારા ગત મહિનાથી એજન્સી પર રાંધણ ગેસ બોટલ નોંધણીની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને આ કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. રાતોરાત અમલમાં મુકવામાં આવેલા આ નિયમથી ગ્રાહકો ભારે હેરાનપરેશાન થઈ ગયાં છે. ઓનલાઈન નોંધણી માટે નિયત ટેલિફોન નંબર ડાયલ કર્યા બાદ જુદી જુદી સુચના મુજબ ૪૦ જેટલાં આંકડા દબાવવામાં આવે ત્યારે વારો આવે છે. જેમાં કેટલીક વખત આખો દિવસ વિતી જાય છે અને રૂ.૫૦થી રૂ.૧૦૦નું બેલેન્સ પણ ગુમાવવું પડે છે.

જોકે, આ પધ્ધતિમાં હજુ ગેસધારકો ફિટ બેસે ત્યાં કંપનીએ નવું તૂત ઉભુ કર્યું છે. ગેસધારકને રજીસ્ટ્રેશન સમયે કનેકશનનું ઈન્સ્પેકશન થયું નથી તેમ કહી નોંધણી કરવામાં મનાઈ કરી દેવામાં આવી રહી છે. જેને કારણે પંથકનાં ગેસ ધારકોમાં રોષ ફેલાયો છે. આ અંગે કેટલાક ગ્રાહકોએ બોરસદ મામલતદાર ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી, કલેક્ટરને રજૂઆત કરી આવા ફતવા બંધ કરવા માંગ કરી છે.

ગેસ એજન્સીને નોટિસ મોકલાશે

બોરસદ મામલતદાર ડી.એચ. ત્રિવેદીનાં જણાવ્યાનુસાર ‘ઓનલાઈન ગેસ નોંધણી ન થતી હોવાની ફરિયાદ મળી છે. જે બાબતે લેખિતમાં ગેસ એજન્સીને નોટિસ મોકલવામાં આવશે અને ગ્રાહકોને વહેલામાં વહેલી તકે રાંધણ ગેસ બોટલ મળી રહે તે માટે પગલાં ભરાશે.’

નવી સિસ્ટમ ગ્રાહક માટે લાભદાયી બોરસદ સ્થિત એચપી કંપનીની રાંધણ ગેસ એજન્સીનાં માલિકે જણાવ્યું હતું કે ‘સિસ્ટમ કંપનીએ બનાવેલ છે. જે ગ્રાહકો માટે લાભદાયી છે. ઓનલાઈન બોટલની નોંધણી કરાવતા તુરત જ રાંધણ ગેસ બોટલ મળી જાય છે.

તદઉપરાંત ઈન્સ્પેકશન કરાવવાથી ગેસ પાઈપ, સગડી સહિતની બાબતોની તપાસણી કરાવવામાં આવે છે. જેમાં ખરાબ વસ્તુને બદલવવામાં આવે છે. જેથી જાનમાલ કે ગ્રાહકને કોઈ અણબનાવ ના બને તે માટે તપાસણી કરાવવી જરૂરી છે.’
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.