R પ૦૦ કરોડનું ઊઘરાણું કરશે - bjp will collect 500 crore by selling coupon - www.divyabhaskar.co.in" /> ભાજપ 'ધનસંગ્રહ’ કાર્યક્રમ દ્વારા <span class="r_smb">R</span> પ૦૦ કરોડનું ઊઘરાણું કરશે - bjp will collect 500 crore by selling coupon - www.divyabhaskar.co.in
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

ભાજપ 'ધનસંગ્રહ’ કાર્યક્રમ દ્વારા R પ૦૦ કરોડનું ઊઘરાણું કરશે

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 1:47 AM [IST](10/02/2012)
 
 
 
 
 

ભાજપના હોદ્દેદારો-કાર્યકરોને કૂપનો અપાશે, પ૦૦થી વધુ રકમ ફાળા પેટે લેવાશે


ગુજરાત ભાજપે પક્ષનાં તમામ કાર્યો માટે ૧૧મી ફેબ્રુઆરીથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી ફાળાપેટે આશરે પ૦૦ કરોડ ઉઘરાવવાનો બંધબારણે નિર્ણય કર્યો છે. આ માટે'ધનસંગ્રહ’ કાર્યક્રમને અમલમાં મૂકવાનું નક્કી કરાયું છે. તમામ જિલ્લા-મહાનગરોને આશરે રૂ.૧૦ કરોડથી વધુ રકમ ઉઘરાવવાના ખાસ લક્ષ્યાંકો આપી દેવાયા છે. જો કે પક્ષના પ્રવક્તા આવો કોઈ ટાર્ગેટ અપાયો હોવાનો ઇનકાર કરી રહ્યા છે.


પક્ષના હોદ્દેદારો-કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ રકમ વસૂલવા માટે રૂપિયા પ૦૦ ,૧૦૦ કે તેનાથી વધુ ધનરાશિ દર્શાવતી કૂપનો આપવામાં આવી છે. ભાજપનો આ નિર્ણય કાર્યકરોમાં ખાસ ચર્ચાનો વિષય એ રીતે બન્યો છે કે વિધાનસભાની ચૂંટણી સહિ‌તના પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આશરે કેટલી રકમના ખર્ચનો ભાજપ લક્ષ્યાંક રાખી રહ્યો છે ? કે જેના માટે આટલી મોટી રકમ ભેગી કરવા પક્ષને લોકો સુધી જવાની જરૂર ઊભી થઈ છે.


પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરાયા મુજબ અમદાવાદ મહાનગરમાં વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનો યોજાશે અને આંગણવાડીમાં ફ્રૂટનું વિતરણ કરાશે. સુરત ખાતે ૧૧મીએ દરેક ર્વોડમાં એકાત્મ માનવવાદના વિચારને લઈ સંમેલનો યોજાશે. વડોદરામાં પણ રોજ ટિફિન બેઠકો યોજાશે, જેમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનપ્રસંગો પર વકતવ્યો યોજાશે અને આંગણવાડીઓમાં ભોજન અપાશે.


જામનગર-રાજકોટ શહેરમાં પણ આંગણવાડીઓમાં ભોજન અને રાત્રે કાર્યકર્તા સંમેલનો યોજવાનું નક્કી કરાયું છે. ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા સહિ‌તનાં મોટાં શહેરોમાં પણ આ મુજબનાં સંમેલનોનું આયોજન કરાયું છે. આ તમામ કાર્યક્રમો દરમિયાન પ્રથમ કાર્યકરો-હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી ઓછામાં ઓછા R પ૦૦નો ફાળો 'ધનસંગ્રહ’ કાર્યક્રમ હેઠળ વસૂલાશે.


ધનસંગ્રહ કાર્યક્રમ શા માટે ?


ભાજપ માને છે કે લોકશાહીમાં લોકોના કલ્યાણનાં કામો સરકાર કરે, રાજકીય પક્ષોના ઉમેદવારોને મતદારો મત (વોટ) આપીને સમર્થન આપે, ઉપરાંત 'ધનદાન કરે તે માટે ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ (સમર્પણદિન) ૧૧મી, ફેબ્રુઆરીથી 'ધનસંગ્રહ’ કાર્યક્રમનો પ્રારંભ કરાશે. જે ૬ઠ્ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિને સંપન્ન થશે. તેને ભાજપ ક્રાંતિકારી કાર્યક્રમ માની રહ્યો છે કેમ કે તેમની દલીલ મુજબ આ કાર્યક્રમ દ્વારા લોકશાહીના પાયાને વધુ મજબૂત કરી શકાશે.


ધનસંગ્રહ કાર્યક્રમ હેઠળ કોઈ ટાર્ગેટ અપાયો નથી : આઇ.કે. જાડેજા


પ્રદેશ ભાજપના પ્રવક્તા આઇ.કે. જાડેજાએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા ૧૧મી ફેબ્રુઆરીથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી 'ધનસંગ્રહ કાર્યક્રમ’ અમલમાં મુકાયો છે. આ કાર્યક્રમ હેઠળ પક્ષ દ્વારા કોઈ ટાર્ગેટ અપાયો નથી. આ કાર્યક્રમ દ્વારા જે રકમ એકત્રિત થશે તે પક્ષનાં કાર્યો માટે ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્રમ હેઠળ કાર્યકરો અને શુભેચ્છકો પાસેથી ફાળો લેવાશે.


વિધાનસભાના ઉમેદવારો-પક્ષની ચૂંટણી-ખર્ચની મર્યાદા કેટલી છે ?


વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ મહત્તમ ખર્ચમર્યાદા --- ૧૬ લાખ
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ મહત્તમ ખર્ચ મર્યાદા----- ૪૦ લાખ
રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર દીઠ શક્ય મહત્તમ ખર્ચ---------અમર્યાદિત


નોંધ : રાજકીય પક્ષોને ચૂંટણી ખર્ચ માટેના હિ‌સાબો ચૂંટણીપંચને આપવા પડતા હોય છે, પરંતુ પક્ષના કાર્યક્રમમાં જો પક્ષનો કોઈ ઉમેદવાર હાજર હોય તો તે ખર્ચ ઉમેદવારનો ગણાય છે.


પાર્ટી દ્વારા કોની પાછળ ખર્ચ કરાય છે ?


કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો, સંમેલનો, ચૂંટણીનું પ્રચાર સાહિ‌ત્ય, પોસ્ટર્સ, હોડિગ્સ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા પ્રચાર ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે આવે ત્યારે તેમના આવન-જાવન, ગાડી, હોટેલ વગેરેનો ખર્ચ કરાય છે.


ડિસેમ્બર -’૧૨ની ચૂંટણી માટે સંભવિત ખર્ચ શું હોઈ શકે


ચૂંટણી અગાઉનાં સંમેલનોનો સંભવિત ખર્ચ--------------- ૦પ.૦૦ કરોડ
૧૮૨ ઉમેદવારો માટે ૧૬ લાખની ખર્ચની મર્યાદા મુજબ--------૨૯.૧૨ કરોડ
૧૮૨ મતવિસ્તાર દીઠ ૧૦ લાખના સંભવિત ખર્ચ મુજબ------- ૧૮.૨૦ કરોડ
૧૮૨ મતવિસ્તારોમાં પ્રચાર કાર્યક્રમો ૧૦ લાખના ખર્ચ મુજબ----૧૮.૨૦ કરોડ
રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર કાર્યક્રમો પાછળ ખર્ચ------------ પ૦.૦૦ કરોડ
પ્રચાર-સાહિ‌ત્ય, પોસ્ટર્સ, હોડિગ્સનો ખર્ચ -------------- ૨પ.૦૦ કરોડ
કુલ ખર્ચ સંભવિત ખર્ચ ---------------------------- ૧૩પ.પ૨ કરોડ


'ધનસંગ્રહ કાર્યક્રમ દ્વારા ઉઘરાવાયેલા પ૦૦ કરોડનું શું કરાશે ?


ભાજપ દ્વારા ધનસંગ્રહ કાર્યક્રમ દ્વારા બંધબારણે જિલ્લા-મહાનગર અને શહેરોને અપાયેલા આશરે કુલ પ૦૦ કરોડ સુધીની રકમ ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો છે, જેની ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કે કોઈ પણ પક્ષને વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચ સહિ‌ત આશરે ૧૩પ કરોડની જરૂર પડી શકે છે, તેની સામે આટલી મોટી રકમ આખરે શા માટે ઉઘરાવવાનું નક્કી કરાયું છે ?


રાજકીય પક્ષોની ખર્ચની મર્યાદા નક્કી નથી : અશોક માણેક, સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી


ગુજરાતના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અશોક માણેકને પૂછતાં તેમણે કહ્યું હતું કે, લોકસભાના ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ.૬૦ લાખ અને વિધાનસભાના ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા R ૧૬ લાખની છે, જ્યારે રાજકીય પક્ષ માટે ખર્ચની મર્યાદા નક્કી નથી. જો કે રાજકીય પક્ષને ચૂંટણીપંચ સમક્ષ ચૂંટણી ખર્ચના હિ‌સાબો રજૂ કરવા પડે છે, જેમાં પક્ષના કોઈ કાર્યક્રમમાં તે પક્ષના કોઈ ઉમેદવાર હાજર હોય તો તે કાર્યક્રમનો ખર્ચ તે ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણાય છે.


ક્યાંથી કેટલી રકમનો ટાર્ગેટ


- જિલ્લા દીઠ ૧૦ કરોડ ૨૬ જિલ્લા ૨૬૦ કરોડ
- મહાનગરોદીઠ ૧૦થી ૧પ કરોડ ૧૨૦ કરોડ
- અન્ય નાનાં-મોટાં શહેરો ૧૨૦ કરોડ
- કુલ ફાળો એકત્રિત કરાશ પ૦૦ કરોડ


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.