શહેરમાં રૂબરૂ નામનો બે દિવસીય કલ્ચરલ કાર્યક્રમ યોજાશે. ૩ અને ૪ ફેબ્રુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં નાટક અને નૃત્ય સહિતના કલ્ચરલ કાર્યક્રમ પણ યોજાશે. કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે મલ્લિકા સારાભાઇ દ્વારા દીપ્તિ નવલની કવિતા પર નૃત્ય પ્રસ્તુતિ આપશે. બીજા સેશનમાં મુન્શી પ્રેમચંદનું નાટક ‘બ્રહ્ન કા સ્વાંગ’ની ભજવણી કરાશે. ત્યારબાદ અભ્યાસસત્રમાં લેખિકા ઉર્વશી બુટાલિયા સાથે સંવાદ કરવામાં આવશે. સાંજના સત્રમાં નાટક ‘એક સફર રૂબરૂ’ની અને સૂફી ગીતની તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
૪ ફેબ્રુઆરી, શનિવારે શિક્ષણ, મહિલા હિંસા, સાંપ્રદાયિકતા, જાતિવાદ, યુદ્ધ, અંધવિશ્વાસ, મર્દાનગી વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમજ એસવીપી નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદના નિર્દેશક અને કવિ વિકાસ નારાયણ રાય, આઇપીએસ, આઇજીપી ટેક્નિક અને સેવા, ગુજરાતના વિનોદ કુમાર મલ્લ, કવિયત્રી ડૉ. સરૂપ ધ્રૂવ વકતવ્ય આપશે. પ્રસ્તુતિ કરવામાં આવશે. શુક્રવારના રોજ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ફાધર સેડરિક પ્રકાશ અને મલ્લિકા સારાભાઈ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે યોજાશે.