બેટી બીનું નામ શું હશે? તેને જાણવાની ઉત્સુકતા સૌ કોઇને છે, પરંતુ ઘણા વખતથી બેટી બીના નામની અટકળો તો ખૂબ ચાલી પરંતુ નામની જાહેરાત થતી નથી. આ વિશે અમદાવાદી યૂથે પણ મોકળામને પોતાની વાત કહી હતી
અરે.. ભલે બહુ મોડું થઈ ગયું છે, હું તો હજી પણ ખૂબ જ એક્સાઈટેડ છું, બેટી બીનું નામ જાણવા માટે . મને જાણવા મળ્યું છે કે બેટી બીનું નામ તેના મમ્મી-પાપાની જેમ ‘એ’ પરથી જ પાડવાનું છે, તેથી હું તો જાણવા માંગું જ છું કે, બેટી બીનું નામ શું હશે? ’’ - અંકિતા કંસારા, વિદ્યાર્થિની
બેટી બીનું નામ શું હશે તે જાણવાની એક્સાઈટમેન્ટ ક્યારે પણ નથી થઈ. આ બધી બચ્ચન પરિવારની વાત છે, તેથી પબ્લિક સેલિબ્રિટીની પર્સનલ લાઈફમાં આટલો બધો રસ ના દાખવવો જોઈએ.’’ અક્ષય શાહ, પ્રોફેશનલ
ખરેખર બેટી બીનું નામ પાડવામાં બચ્ચન પરિવાર એટલી બધી વાર કરી રહ્યું છે કે હવે તો લોકોનો ઉત્સાહ ઘટી ગયો છે. કેબીસીમાં લોકોને અઘરા સવાલો પૂછવા વાળા બીગ બી હાલમાં પોતેજ મુંઝવણમાં મૂકાઈ ગયા છે પોતાની પૌત્રીનું નામ પાડવા માટે. હવે તો પબ્લિકને પણ આ વિલંબ રિયાલિટી સ્ટંટ જેવો લાગે છે.’’ જય સોની, વિદ્યાર્થી
એશ્વર્યા દુનિયાની સુંદર સ્ત્રીઓમાંની એક છે તેથી તેની લિટલ એન્જલ કેવી છે તે જાણવા અને તેનું નામ જાણવા બધા ઉસ્તાહિત હશે. પણ મને તેમાં કોઈ જ ઉત્સાહ નથી . મને બેટીના નામ કરતાં .. બેટી બીના ફ્યુચરમાં વધુ રસ છે. તે એક સુપર સ્ટારની પૌત્રી છે, તેથી તેને મીડિયા ટેન્શન બહુ મળી ગયું છે. પણ મને તો બેટી બીના નામમાં નથી જરાં પણ રસ.’’રાહુલ પટેલ, વિદ્યાર્થી
જ્યારે બેટી બી જન્મી ત્યારે તેનું નામ શું હશે તે જાણવા માટે ઘણો ઉસ્તાહિત હતો, પણ હવે ઘણો સમય જતો પસાર થઇ ગયો છે. તેથી હવે નામ માટેનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે. જોવાનું એ રહ્યું કે બેટી બીનું નામ પાડવામાં હજી બચ્ચન પરિવાર કેટલો વખત લે છે?’’ કેતન મિશ્રા, વિદ્યાર્થી