DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
બાલાસિનોર પ્રમુખને સત્તાસ્થાનેથી દૂર કરવાનો હુકમ
Bhaskar News, Nadiad
| Aug 30, 2012, 00:21AM IST
નગરપાલિકા નિયામકે સત્તાસ્થાનેથી દૂર કરવાનો હુકમ કર્યો
બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખને સત્તાના દુરુપયોગના મામલે રાજ્યના નગરપાલિકા નિયામક દ્વારા સત્તાસ્થાનેથી દૂર કરવાનો હુકમ કર્યો છે. તાત્કાલિક અસરથી પાલિકાનો કારભાર ઉપપ્રમુખને હસ્તક કરવામાં આવ્યો હતો.પાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ મુકુંદભાઈ ચૌહાણે પ્રમુખ ઈરફાનભાઈ જે.પઠાણ પાલિકાના હિત વિરુદ્ધ હુકમો કરતાં હોવાની રજુઆત ગાંધીનગર ખાતે નગરપાલિકા નિયામકને કરી હતી. આ રજુઆતના સંદર્ભે નિયામકે તપાસની સુચના આપી હતી. એથી મામલતદાર અને મદદનીશ નિયામકની ટીમે ૩૧ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ પાલિકાની મુલાકાત લઈને તપાસ અહેવાલ બનાવ્યો હતો.
આ અહેવાલ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ નિયામકને અપાયો હતો. આ અહેવાલમાં પાલિકા પ્રમુખે સત્તાનો દુરઉપયોગ કરીને ગેરવર્તણૂક આચરી હોવાનું સાબિત થતું હતું, જેથી પ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી. જોકે, પ્રમુખની સામેના આક્ષેપના સંદર્ભે તેઓએ કોઈ લેખિત જવાબ કે રજુઆત કરી નોહતી. પરિણામે તપાસ ટીમે રેકર્ડ આધારે જે અહેવાલ આપેલો હતો, તેને ગ્રાહ્ય રાખીને પ્રમુખ ઈરફાન પઠાણને પ્રમુખપદેથી તેમજ સભ્યપદેથી પણ દૂર કરવાનો હુકમ ૨૮ ઓગસ્ટના રોજ નિયામક આર.એમ.જાદવ કર્યો હતો.
હુકમને હાઇકોર્ટમાં પડકારીશ : પ્રમુખ
નગરપાલિકાના પ્રમુખ ઈરફાન પઠાણે આ સંદર્ભે જણાવ્યું હતું કે ‘આ હુકમ ખરેખર રાજકિય દબાણને વશ થઈ કરાયો છે. હુકમ તદ્દન ખોટો છે અને તેની સામે હું હાઇકોર્ટમાં જઈશ.’
ઉપપ્રમુખને ચાર્જ સોંપાયો : ચીફ ઓફિસર
નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ‘પાલિકાના પ્રમુખને પ્રમુખપદેથી તેમજ સભ્યપદેથી સસ્પેન્ડ કરતો હુકમ તેઓને બજાવી દેવામાં આવ્યો છે. ઉપપ્રમુખ શંકરભાઈ મહેરાએ ચાર્જ સંભાળી લીધો છે. પાલિકા પ્રમુખની ચેમ્બરને સીલ કરવામાં આવી હતી. આ સીલ નાયબ મામલતદાર દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીના હુકમથી ખોલી નાખવામાં આવ્યું છે અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળી લીધો છે. બાકીની કામગીરી પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરના હુકમ મુજબ કરવામાં આવશે.’
હવે નગરપાલિકામાં શું થશે?
હાલમાં નગરપાલિકામાં ઈરફાનભાઈ પઠાણના જુથમાં ૧૩ સભ્યો હતા. ભાજપ પ્રેરિત રાજેશભાઈ પાઠક (પૂર્વ એમએલએ)ની તરફેણમાં ૧૪ સભ્યો છે, પરંતુ પ્રમુખ સસ્પેન્ડ થતાં હાલમાં ઈરફાન પઠાણ જુથના માત્ર ૧૨ સભ્યો રહ્યા છે, જ્યારે રાજેશભાઈ પાઠક જુથના ૧૪ સભ્યો છે. આ સમીકરણ વચ્ચે જિલ્લા કલેક્ટરના હુકમ બાદ હવે પ્રમુખની વરણી માટેની તારીખ જાહેર થતાં પુન: ચૂંટણી યોજાશે.






