સામાન્ય રીતે કહેવાય છે કે, ગુજરાતી લોકો વ્યવસાય કરી જાણે સાહસવૃત્તિથી દૂર ભાગે, અને તે પરંપરા ગુજરાતી બાળકો પણ જાળવી જાણે, પણ હવે એ સમય ક્યાં રહ્યો કે બાળકો માત્ર દાળ ભાત ખાય પિઝા તરફ ના જુએ. હવે તો દરેક ફિલ્ડની જેમ ગુજરાતી બાળક એડવેન્ચરના ફિલ્ડમાં પણ આગળ વધી રહ્યા છે.
જેનો પાયો સ્કૂલમાંથી જ પાકો કરવામાં આવી રહ્યો છે. ડીએલએ એકેડમી ફોર લિટલ પીપલમાં શાળાના વિદ્યાર્થીઓ માટે એડવેન્ચર ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે. જેનાથી તે આત્મનિર્ભરની સાથે આત્મવિશ્વાસુ પણ બનશે.
ડીએલએ એકેડમીના પ્રિન્સપાલ આઈલિસ મેથ્યૂ જણાવે છે કે, અનાલા સંસ્થા દ્વારા રાખવામાં આવેલો આ એડવેન્ચર ફ‹સ્ટિવલમાં બાળકોને ઘણું શીખવા મળશે. આ કેમ્પમાં આ સાથે અમે ૫થી ૧૧ વર્ષના ૮૫ બાળકોને જોડ્યા છે. જેમાંથી ત્રીજા ધોરણથી લઈ છઠ્ઠા ધોરણ સુધીના બાળકો રાત્રે શાળામાં જ તંબુમાં રોકાણ કરશે. જેનાથી તેમનામાં એકલા રહેવા અને જાતે વ્યવસ્થા કરવાનો ખ્યાલ વિકસે.
અનાલા આઉટડોર્સના ડાયરેક્ટર મધુ મેનન કહે છે કે, આ ફેસ્ટિવલમાં અમે બાળકોને ખાસ ૨૩ ફૂટની આર્ટિફિશિયલ દીવાલ પર ચઢાણ કરાવીને (મોબાઈલ માઉન્ટેન) રોક કલેમ્બિંગનો અનુભવ કરાવીશું. ફ્લાઈ ઓવર, સ્ટ્રેટ લીડર, ટેન્ટ પીચિંગ વગેરે પણ કરાવવામાં આવશે. જેનાથી બાળકોમાં સાહસવૃત્તિ કેળવાય.