કડી સર્વ વિશ્વ વિદ્યાલયની શુક્રવારે રમાયેલી એથ્લેટીક્સ સ્પર્ધામાં અશ્વિનભાઇ એ.પટેલ કોમર્સ કોલેજ જનરલ ચેમ્પિયન રહી હતી.સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મેદાનમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ૦૦૦ મીટર, ૩૦૦૦ મીટર, ૧પ૦૦ મીટર, ૮૦૦ મીટર, ૪૦૦ મીટરની દોડ, શોટપુટ, ડિસ્કસ, ઊંચી કૂદ અને ગોળાફેંક સહિતની કુલ ૧૭ રમતોની સ્પર્ધા યોજાઇ હતી.
સ્પર્ધામાં કડી સર્વ વિશ્વ વિદ્યાલયની વિવિધ ૧૧ કોલેજના ૪૭૨ વિદ્યાર્થીએ ભાગ લીધો હોવાનું યુનિવર્સિટીના સ્પોટ્ર્સ ઇન્ચાર્જ પ્રો.રણછોડ રથવીએ કર્યું હતું. અશ્વિનભાઇ એ.પટેલ કોમર્સ કોલેજના કેયુર પટેલને બેસ્ટ એથ્લેટ જાહેર કરાયો હતો. જ્યારે આ જ કોલેજની જાનકી હંસાવાલાને ગર્લ્સમાં બેસ્ટ એથ્લેટ તરીકે જાહેર કરાઇ હતી. સ્પર્ધાનું ઉદ્ઘાટન સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ડી.ટી.કાપડિયાએ કર્યું હતું. -તસવીર આશિષ આચાર્ય