DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
મહેમદાવાદ અર્બન બેંકની આજે રસાકસીભરી ચૂંટણી
Bhaskar News, Nadiad
| Jun 16, 2012, 22:44PM IST
મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓ.બેંકના ત્રણ ડિરેક્ટર માટેની ચૂંટણી ૧૭ જૂને સવારે ૮થી સાંજના પ કલાક પ્રાથમિક શિક્ષક ભવન, સ્ટેશન રોડ મહેમદાવાદ ખાતે યોજાશે.
તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા તરીકે ઓળખાતી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓ.બેંકની ચૂંટણીમાં બે પેનલ અને ૧૦ ઉમેદવાર વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાશે. બેંકના વર્તમાન ત્રણ ડિરેક્ટરે ડો. નૈષધભાઈ ભટ્ટ, નિલેશભાઈ શાહ અને નરેન્દ્રભાઈ જોષીએ પુન: ઉમેદવારી નોંધાવી છે.
જ્યારે અન્ય ઉમેદવારમાં શંભુભાઈ પ્રભાતસિંહ ચાવડા, જશવંતલાલ પ્રભાશંકર જોષી (જશુભાઈ દરબાર) અને હસમુખભાઈ અંબાલાલ મહેતા (સંતરામ સ્કૂલવાળા)એ ઉમેદવારી નોંધાવી છે.
ડભાણમાં સરપંચ અને રોઝવામાં ર્વોડની પેટાચૂંટણી
નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં સરપંચ તથા ઠાસરા તાલુકાના રોઝવા ગામના ર્વોડ નં.૯માં રવિવારે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના ઉપયોગથી મતદારો મતદાન કરશે. ચૂંટણી વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ, ડભાણમાં સરપંચપદ માટે ઉમેદવાર મનુભાઈ હરમાનભાઈ ચૌહાણ અને સંજયભાઈ જશુભાઈ સોલંકી વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે.
મતદાન પ્રક્રિયા સવારે ૮થી પ કલાક દરમિયાન યોજાશે. ચૂંટણીમાં કુલ ૭ મતદાન મથક પરથી ૨૭૩૦ પુરુષ અને ૨૪૭૯ મહિલા મળીને કુલ પ૨૦૯ મતદારો ઇવીએમ દ્વારા મતદાન કરશે, જ્યારે ઠાસરા તાલુકાના રોઝવા ગામમાં ર્વોડ નં.૯માં ઉમેદવાર સરદારસિંહ ડાહ્યાભાઈ પરમાર અને હસનમિંયા સિદ્ધિમિંયા શેખ વચ્ચે સીધો મુકાબલો થશે.
૨૩૧ પુરુષ અને ૨૦૨ મહિલા મળીને કુલ ૪૩૯ મતદારો પોતાના અધિકારનો પ્રયોગ કરશે. મતગણતરી ૧૯ જૂને સંબંધિત મામલતદાર કચેરી ખાતે સવારે ૯ કલાકે યોજાશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.






