Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 

સીમાચિહ્નરૂપ બનશે ચરોતરનું આ ગામ, વિશ્વને ચીંધશે રાહ

 
Source: Hemant Bhatt, Anand   |   Last Updated 6:53 PM [IST](14/12/2011)
 
 
 
 
 

- બોરસદ નજીકના ગામના આગેવાનોએ એકમત થઈ ૧૮થી ૨૨ વર્ષની કોલેજિયન યુવતીઓને સત્તાનું સુકાન સોંપ્યું

આણંદ જિલ્લા સહિત રાજ્યની ગ્રામ પંચાયત  માટે સીમારૂપ નિર્ણય બોરસદ તાલુકાના સિસ્વા ગામમાં લેવાયો છે. આ ગામના આગેવાનોએ એકમતે માત્ર ૧૮થી ૨૨ વર્ષની શિક્ષિત યુવતીઓને સરપંચ અને વોર્ડના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટી કાઢવાનો તખતો ગોઠવી દીધો છે.  સતત ચોથી ટર્મ સમરસ થતાં સિસ્વા સીમાચિહ્નરૂપ સાબિત થશે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટણી વગર સમરસ થતી આણંદ જિલ્લાની સિસ્વા ગ્રામપંચાયતમાં ચોથી ટર્મ પણ સમરસ થાય તે માટે આગેવાનોના પ્રયત્ન સફળ થઈ રહ્યાં છે. જોકે, ચોથી ટર્મમાં ગામની ૧૮થી ૨૨ વર્ષની શિક્ષિત કન્યાઓ પાસે જ સરપંચથી લઈ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરાવી તેમને બિનહરીફ કરવા લોકો આગળ વધ્યા છે.

યુવા માનુનીઓની રાજકાજમાં ઉડાન

સરપંચપદે હિનલબહેન શૈલેષભાઈ પટેલ, સભ્યપદે શ્રેયાબહેન જયંતિભાઈ પટેલ, કિન્નરીબહેન રજનીભાઈ પટેલ, ખુશ્બુબહેન રમેશભાઈ પટેલ, ક્રિષ્નાબહેન પ્રજ્ઞેશભાઈ પટેલ, રાધાબહેન વિજયભાઈ પટેલ, અંજલીબહેન કાંતિભાઈ પટેલ, કિરણબેહન ઈશ્વરભાઈ રોહિત, ખ્યાતિબહેન નવનીતભાઈ પટેલ અને નિશાબહેન પ્રવીણભાઈ પટેલ દ્વારા મંગળવારે ઉમેદવારી નોંધાવાઈ હતી. જ્યારે અન્ય બે કન્યાઓ બુધવારે ફોર્મ ભરશે.

ચૂંટણી ચિહ્ન પણ ‘ડોલી’

સિસ્વા ગામે ઉમેદવારી નોંધાવનાર સુશિક્ષિત દીકરીઓએ ચૂંટણી ચિહ્ન પણ ‘ડોલી’ રાખ્યું છે. આ પાછળનો તર્ક એવો જણાવવામાં આવ્યો છે કે ‘તમામ ઉમેદવાર અપરિણીત હોવાથી તેઓને સાસરીના બદલે પિયરમાં જ રાજકાજ કરવા મળવાનું છે.’

ગામ શેરીઓમાં વિકાસની હરણફાળ

સતત બે ટર્મ બિનહરીફ થયેલા સરપંચ પ્રવિણાબહેન પટેલે આ અનોખા પ્રયોગ વિશે જણાવ્યું હતું કે ‘આખા સિસ્વા ગામમાં બ્લોક બેસાડ્યાં, જાહેર માર્ગો અને બજારને એક જ રંગથી રંગવામાં આવી છે. સફાઈ માટે સાધનો વસાવી કચરો નાબૂદ કર્યો છે. મહિલાઓને સૌથી કનડતો પાણીનો પ્રશ્ન ઉકેલવા ત્રણ નવા બોર બનાવ્યાં છે. ઘર દીઠ શૌચાલય બનાવવામાં આવ્યાં છે. મને લાગે છે મહિલાઓ રોજબરોજની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે છે, માટે લોકોએ આવો નિર્ણય લીધો હશે.’

સિસ્વાનો વિકાસ દુનિયા જોશે

પ્રથમ વખત સરપંચના પદના દાવેદાર યુવાન હિનલબહેન પટેલે બીએસસી નર્સિંગનો અભ્યાસ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ‘અમે ગામમાં આરોગ્યની સેવા માટે વધુ ધ્યાન આપીશું. દેશ-દુનિયા સાથે સિસ્વાને જોડવા ખાસ વેબસાઇટ ડિઝાઈન કરવામાં આવશે. જેથી ગામના દરેક સારાં-નરસાં પ્રસંગે દેશ-દુનિયામાં રહેતાં સ્વજનોને જાણ થઈ શકે. હવે સિસ્વાનો વિકાસ દુનિયા જોશે.’

જોગમાયા બાદ દીકરીઓનું સુકાન

સિસ્વા ગામના શૈલેષભાઈ નાગજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘ગ્રામજનોના સાથ અને સહકારથી ગત ટર્મમાં પણ મહિલાઓને સત્તા સોંપવામાં આવી હતી. અગાઉ ત્રણ ટર્મ પણ સમરસ થઈ હતી, જેમાંમહિલાઓ જ સરપંચ બની હતી. ચોથી વખત હિનલબહેન શૈલેષભાઈ પટેલ પર હાલ કળશ ઢોળવામાં આવ્યો છે. મહિલાઓને સત્તાનું સુકાન સોંપવાથી ગામનો વિકાસ ઝડપી થયો છે.’

સિસ્વા : એક નજર ઈધર ભી

બોરસદ તાલુકાના સિસ્વા ગામમાં આશરે સાત હજારની વસ્તી છે. ૧૧ વોર્ડમાં વહેંચાયેલ આ ગામમાં સિમેન્ટના બ્લોક બેસાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વચ્છતામાં પણ સિસ્વા ગામને જિલ્લામાં પ્રથમ નંબર મળતાં અગાઉ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો છે. થોડાં દિવસો પૂર્વે ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની નિર્મળ ગ્રામ યોજના અંતર્ગતની વિશેષ ગ્રાન્ટ મળી છે. 
 


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.