આણંદ તાલુકાના મેઘવાની એક સગીરાને ગામનો જ ઇસમ ભગાડી લઇ જઇ માર મારી કાઢી મૂકી હોવાનો બનાવ બન્યો છે.
મેઘવામાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ગામમાં જ રહેતો મહેન્દ્રભાઇ પૂજાભાઇ સોલંકી પોતાના સબંધીઓ રમેશભાઇધુળાભાઇ સોલંકી, જશવંત રમણ સોલંકી અને ઘનશ્યામ મોહન સોલંકીની મદદથી તા.૩૧-૧૨-૧૧ના રોજ રાત્રિના સમયે ભગાડી ગયો હતો.
ગામની સીમમાં લઇ ગયાં બાદ મહેન્દ્રએ સગીરાને ગડદાપાટુનો માર મારી કાઢી મૂકી હતી. સવારે ઘરે આવી સગીરાએ ઉક્ત હકિકત પોતાના વાલીઓને કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આણંદ રૂરલ પોલીસે મહેન્દ્ર સોલંકી સહિત ચાર જણ સામે ગુનો નોંધ્યો હતો.