ગોરાની ગાંધી માર્ગે કૂચે ગ્રામજનોને ગભરાવ્યાં
દાંડીમાર્ગે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા નીકળેલા અમેરિકનને ગ્રામજનોએ મહીનદી સુધી પહોંચાડ્યો હતો, ત્યાંથી ગ્રામજનો સાથે હાથ મિલાવી નદીમાં આગળ વધ્યો હતો. જોતજોતામાં નદીમાં ગરક થઈ જતાં ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. આખરે તંત્રએ કલાકો બાદ તેનો સંપર્ક સાધવામાં સફળતા મેળવી.
સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા માટે પ્રસ્થાન કરનારાં ગાંધી પ્રેમી અમેરિકન યુવાને આણંદ જિલ્લાનાં વહીવટી તંત્રનાં શ્વાસ અદ્ધર કરી દીધા હતાં. જોકે, આ યુવાનને નજીકમાં રહેલાં માછીમારોએ હોડીની મદદથી ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં કારેલી ગામે હેમખેમ પહોંચાડી દીધો હતો. (તસવીરો: હેમંત ભટ્ટ)