Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

દેશના પ્રોફેશનલ્સમાં અમદાવાદ વહાલું કેમ?

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 3:29 AM [IST](29/01/2012)
 
 
 
 
 
દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો કરતાં પ્રોફેશનલ્સને મોકળાશ અને વિકાસ માટે અમદાવાદમાં શિફ્ટ થવાનું વધારે ગમે છે

મેટ્રો સિટીઝની દોડાદોડ કરતાં ઓછા મેટ્રો એલિમેન્ટવાળા અમદાવાદમાં રહેવું અને કામ કરવું આજની પેઢીને વધારે માફક આવે છે. તાજેતરમાં જ થયેલા એક સર્વે અનુસાર ૪૧ ટકા ભારતીયોને અમદાવાદ શિફ્ટ થવાનું ગમે છે, જ્યારે માત્ર ૨૬ ટકા ભારતીયોએ મુંબઇ અને ૨૦ ટકાએ દિલ્હી પર પસંદગી ઉતારી હતી. માત્ર પાંચ ટકા લોકોને જ બેંગલોરમાં શિફ્ટ થવાનું ગમે છે. મેટ્રો સિટીની ફાસ્ટ લાઇફ, પબ્ઝ, ડિસ્કોઝ, મોજ કરાવતી નાઇટ લાઇફ ઝાકઝમાળ જેવી લાક્ષણિકતાઓનો ઓછી હોવા છતાં શા માટે લોકોએ અમદાવાદ પર પસંદગી ઉતારી તે જાણવાનો સિટી ભાસ્કરે પ્રયાસ કર્યો.

આ શહેરમાં હોટલ-રેસ્ટોરાંના ટેસ્ટી ફૂડ, મોલની લટાર અને મલ્ટિપ્લેક્સની ફિલ્મો સિવાય મનોરંજનના વિકલ્પો બહુ ઓછા છે. ગાંધીનું ગુજરાત ‘ડ્રાય સ્ટેટ’ છે છતાં પણ અન્ય રાજ્યના લોકોને અમદાવાદની લાઇફસ્ટાઇલ માફક આવે છે. ગૂજરાત વિદ્યાપીઠના ચંદ્રકાંત ઉપાધ્યાયનું માનવું છે કે, ‘ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં લોકોને વધુ મોકળાશ, વિકાસની વધુ તક અને અન્ય શહેરોની સરખામણીએ શાંત વાતાવરણ અનુભવાતું હોવાથી આજની પેઢી પણ અન્ય મનોરંજનની સાથે સમાધાન કરી આ શહેરમાં કામ કરવાનું વધારે પસંદ કરે છે.’

દરેક વ્યક્તિને દિલથી આવકારવાની અમદાવાદી સ્ટાઈલ અને અહીંનું કલ્ચર જોતાં આ શહેર રહેવા માટે અને કામ કરવા માટે ચોક્કસ પસંદ કરી શકાય તેમ નવી પેઢીના લોકો માને છે. અમદાવાદની આ લાક્ષણિકતાના કારણે જ માટે જ ૧૮ વર્ષથી ઉપરના ૧૭૦૦થી વધુ ભારતીયોએ સર્વેમાં અમદાવાદને તેમની યાદીમાં ટોચ પર રાખ્યું છે.

ખુદના માટે વધારે સમય મળે છે
હું દિલ્હીની છું પણ મને અહીં કામ કરવું વધારે માફક આવે છે. હું સાત વાગે ઓફિસથી નીકળું તો વીસ મિનિટમાં ઘરે પહોંચી શકું છું, જે દિલ્હીમાં શક્ય જ નથી. કારણકે ટ્રાફિકમાં જ કલાક નીકળી જાય. આ શહેર અન્ય મેટ્રોઝની સરખામણીએ શાંત છે. ભલે મેટ્રો કરતાં પગાર ધોરણ નીચા હોય પણ હું ખુદને પણ વધુ સમય આપી શકું છું. શહેરનો પેસ રિલેકસ્ડ છે, જેથી કવોલિટી ઓફ લાઇફ વધારે સારી રહે છે.’ -પલ્લવી કેશરી, આસિસ્ટન્ટ મેનેજર, અદાણી વિલમર

પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ શું કહે છે?
અમદાવાદમાં સૌથી મોટી બાબત છે સલામતી, બહારના રાજ્યોમાંથી આવનારાઓને અહીં સલામતી લાગે છે. રાજ્ય એકધારી ગતિએ વિકસી રહ્યું છે, એટલે કામની તક પણ ખૂબ બધી છે. અન્ય મેટ્રોઝની સરખામણીએ અમદાવાદમાં ખર્ચ ઓછો થાય છે જેથી લાઇફ સ્ટાઇલ મેન્ટેઇન કરવું પણ સરળ છે. ગુજરાતીઓ સ્વભાવે મળતાવડા હોવાથી પણ ફરક પડે છે. અન્ય મેટ્રોઝમાં સેચ્યુરેશન પોઇન્ટ આવી ચૂકયો છે, જ્યારે અમદાવાદમાં હજી ઘણી તક છે. કારકિર્દીમાં આગળ વધવાથી માંડીને ઓછી ગીચતા અમદાવાદનો પ્લસ પોઇન્ટ છે.’-તરુણ ભટ્ટ, બિઝનેસ એસોસિએટ, પ્લેસમેન્ટ પીપલ

યંગસ્ટર્સ કેમ આ શહેરમાં કામ કરે છે?
અમદાવાદમાં બેલેન્સ્ડ લાઇફ જીવી શકાય છે. અહીંનું વર્ક કલ્ચર પ્રમાણમાં શાંત હોવાથી માનસિક તાણ ઓછી રહે છે. હું મૂળ મુંબઇ શહેરની છું. અમદાવાદમાં પ્રોફેશનલ અનુભવ અન્ય શહેરોની સરખામણીએ ઓછો સ્ટ્રેસફુલ છે અને સમયની દ્રષ્ટિએ પણ અહીંયા મને ઘણો ફાયદો રહે છે.’ -રિષીતા પરીખ, સિનિયર પ્રોડકટ એક્ઝિક્યૂટિવ, વાઘબકરી ચા

ઊર્જા અને સમયની બચત થાય છે
દિલ્હીમાં જે કામ કરતાં મને ત્રણ કલાક થાય છે તેટલું જ કામ અહીં હું માત્ર દોઢ કલાકમાં સરળતાથી કરી શકું છું. ઊજૉ ચોક્કસ બચે અને સમય પણ મળે. મને દિલ્હીનો અનુભવ છે પણ અમદાવાદમાં ઉચાટ વગર કામ કરવાનું શક્ય છે. મેટ્રો શહેરોમાં તે બાબત શક્ય જ નથી.’-વિવેક જૈન, સિનિયર એક્ઝિક્યૂટિવ-બિઝનેસ ડેવલપમેન્ટ, લોરિ’એલ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.